CRIME: બોડેલીમાં તાંત્રિકે 5 વર્ષની બાળકીની બલી ચડાવી

ફાઈલ ફોટો ck news
ફાઈલ ફોટો ck news

CRIME: બોડેલીમાં તાંત્રિકે 5 વર્ષની બાળકીની બલી ચડાવી

CRIME : બોડેલીમાં તાંત્રિકે 5 વર્ષની બાળકીની બલી ચડાવી:પડોશી બહાર રમતી સીતાને ઉપાડી ગયો, બાળકી રડતી રહી અને તાંત્રિકે કુહાડીથી ગળું કાપી લોહી મંદિરમાં ચડાવ્યું

CRIME : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલિ આપવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની કરુણતા તો એ છે કે બાળકી પોતાને બચાવવા માટે સતત રડતી રહી અને આજુબાજુમાંથી લોકો પણ દોડી આવ્યા. જો કે તાંત્રિકના હાથમાં કુહાડી હોવાથી કોઇ પણ માસૂમ બાળકીને બચાવવા આગળ ન આવી શક્યું અને તાંત્રિકે તેની બલી ચડાવી દીધી.

CRIME : કુહાડી જોઇ સૌ ડરી ગયા

ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર પાણેજ ગામમાં આજે સવારે 5 વર્ષની સીતા ઘર બહાર રમતી હતી. તેમજ તેના માતા અને ભાઈ બહાર કપડાં ધોઇ રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતો તાંત્રિક લાલો આવ્યો હતો અને બાળકનીને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચીને લઇ ગયો હતો. જેથી ડરી ગયેલી બાળકી પોતાને બચાવવા માટે રડવા લાગી હતી. રડતી બાળકીનો અવાજ સાંભળી માતા પણ દોડી આવી હતી અને તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ તાંત્રિક પાસે કુહાડી જોઈને બધા ગભરાઈ ગયા હતા. કોઈ બચાવવા જઇ શક્યું નહીં. તાંત્રિક બાળકીને લઈને તેના ઘરમાં જતો રહ્યો અને પોતાની પાસે રહેલી કુહાડી વડે ગાળાના ભાગે જોરદાર ઘા કરીને મોતને ઘાટ ઉતરી દીધી હતી.

CRIME : બાળકીનું માથું ધડથી અલગ થઇ ગયું

તાંત્રિક લાલાએ બાળકીની બલી તેના ઘરમાં બનેલા નાનકડા મંદિરના પગથિયા પર આપી હતી. તાંત્રિકે બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે તેનું ગળું ધડથી અલગ થઇ ગયું હતું તેમજ ઘર લોહીલુહાણ થઇ ગયું હતું. તાંત્રિકે બાળકીનું લોહી મંદિરના પગથિયા પર પણ ચડાવ્યું હતું.

CRIME: તાંત્રિક લાલાની ધરપકડ

સમગ્ર ઘટના મામલે બાળકીના પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ દોડી આવી હતી અને આરોપી તાંત્રિક લાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મહ0ત્વની વાત છે કે છોટા ઉદેપુર જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. અને અહીંયા અંધશ્રદ્ધા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે બોડેલી પોલીસે નરબલી લાગતા વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *