લીંબડી નજીક અકસ્માતમાં 5ના મોત

લીંબડી નજીક અકસ્માતમાં 5ના મોત
લીંબડી નજીક અકસ્માતમાં 5ના મોત ફાઈલ ફોટો

લીંબડી નજીક અકસ્માતમાં 5ના મોત:રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલ્સ અને ડમ્પરનો ગમખ્બાર અકસ્માત, 10 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી મીની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા ની માહિતી પ્રાપ્ત થયેલ છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. મીની બસમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *