
માંડવી શહેરના ૪૪૫ માં સ્થાપના દિનની ઉજવણી
માંડવી શહેરનાં ૪૪૫માં સ્થાપના દિને ખીલી પુજન, તોરણ વિધિ, પુસ્તક મેળો તેમજ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વિજળી યોજના અંગે માહિતી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આજે સવારે દરિયાલાલ દ્વાર પાસે માંડવી નગર સેવા સદનના અધ્યક્ષ હરેશ વિંઝોડાના વરદહસ્તે ખીલી પુજન તેમજ તોરણ વિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપાધ્યક્ષ જ્યોત્સનાબેન સેંધાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠકકર, સતાપક્ષના નેતા લાંતિક શાહ, દંડક જયશ્રીબેન વસાણીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સંજય જોષીએ કરેલ હતી.
અધ્યક્ષ હરેશ વિંઝોડાએ માંડવી શહેરનાં ૪૪૫માં સ્થાપના દિને માંડવીના નગરજનોને શુભેરછા પાઠવતા જણાવ્યું હતું શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા સારા રસ્તા બનાવવા, લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને દરેક વોર્ડનો સંતુલિત વિકાસ થાય તે માટે ચુંટાયેલા તમામ નગરસેવકો કટીબદ્ધ છે.
ખીલી પૂજન તેમજ તોરણવિધિ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ કાનાણી, સેનિટેશન ચેરમેન પિયુષ ગોહિલ, રોડ લાઇટ ચેરમેન હનીફ જત, નગર સેવકો પેમજી કેરાઈ, હેતલબેન સોનેજી, જિજ્ઞાબેન હોદાર, મરિયમબેન લોહાર, નિમેષ દવે, વિજય ચૌહાણ, પૂર્વ પ્રમુખ હરિશ ગણાત્રા, અરવિંદ ગોહિલ, હિરજી કારાણી, આદિત્ય ચંદારાણા, મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટ, વસંતલાલ સોલંકી, કમલેશ ગઢવી, મનજી પરમાર, પ્રવિણ સુથાર, ચેતન જોષી, ભુપેન્દ્ર સલાટ, રાજેશ ગોર, જયેશ ભેડા, વગેરે ઉપસ્તિથ રહેલા
તદુપરાંત માંડવી નગરપાલિકાના વાંચનાલય અને પુસ્તકાલય મધ્યે વી.આર.ટી.આઈ માંડવીના સહયોગથી ૪૦% વળતર યોજના સાથે પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગોરધનભાઈ પટેલના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ટાગોર રંગ ભવન મધ્ય પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંગે માહિતી કેન્દ્રનું નગર અધ્યક્ષ હરેશ વિંઝોડાએ રિબિન કાપી ખૂલ્લું મૂકયું હતું. આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર જે.એચ. ઠાકર, નાયબ કાર્યપાલક ઈજનેર એસ.ડી.જોષી તેમજ નાયબ ઈજનેર વી.આઈ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.