
નર્સિંગ સ્ટાફની પરીક્ષા અંગે મોટો નિર્ણય
નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં ગેરરિતી સામે આવી હોવાના અહેવાલ હતા. જો કે, આરોગ્ય વિભાગે આ પરીક્ષામાં કોઈ ગેરરિતી નથી થઈ હોવાનું કહ્યું હતુ. હવે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આવતીકાલે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. વિભાગ આવતીકાલે સરકારને રિપોર્ટ સોંપશે. પછી પરીક્ષા નિર્ણય લેવાશે કે આ પરીક્ષા યથાવત રહેશે કે પછી રદ્દ કરવામાં આવશે.