અમદાવાદ નવી બનતી મિલકતો અંગે AMC રેવન્યુ કમિટીનું અગત્યનું ઠરાવ

AMC
AMC

AMC અમદાવાદમાં નવી બનતી મિલકતનો પહેલો માલિક બિલ્ડર જ ગણાશે, રેવન્યૂ કમિટીનો ઠરાવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMC  રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરમાં હવે પછી બનતી નવી મિલકતોમાં બિલ્ડરને જ પહેલો માલિક ગણવા ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. મિલકત વેચાયા પછી ટ્રાન્સફર ફી ભરવા બિલ્ડરો દ્વારા શોધવામાં આવતી છટકબારી બંધ થશે એવો શાસકોએ આશાવાદ વ્યકત કર્યો છે.

મ્યુનિ.ની રેવન્યુ કમિટીની બેઠક પછી ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાએ કહ્યું, AMC મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગને થતી નામ ટ્રાન્સફર ફીની વિગત ચકાસવામા આવતા પ્રાથમિક તબકકે એવુ જાણવા મળ્યુ છે કે, ઘણાં ખરા કીસ્સાઓમાં બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવતા સમયે જે તે બિલ્ડર દ્વારા 25 કે 30 મિલકતની ટ્રાન્સફર ફી ભરી દેવામાં આવતી હોય છે. પછી મિલકત ખરીદનાર દ્વારા જયારે મિલકત ખરીદવામા આવે તે સમયે નામ ટ્રાન્સફર કરવા માટે ફી ભરવામા આવી ના હોય એવા કીસ્સા ધ્યાનમાં આવ્યા છે. 

આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને કમિટીએ ઠરાવ કર્યો છે કે, હવે પછી શહેરમાં બનનારી નવી તમામ મિલકત માટે બિલ્ડર જ પહેલો માલિક ગણાશે.હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને નામ ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 18 કરોડની આવક થાય છે.જેમાં બિલ્ડરને પહેલો માલિક ગણવાના ઠરાવ પછી વધારો થવાથી રૂપિયા 25 કરોડ સુધી આવક પહોંચી શકે એમ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *