સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં પાંચ ફર્ક જાણો વિગત

સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં પાંચ ફર્ક જાણો વિગત

15 ઓગસ્ટ એટ્લે આઝાદી દિન અને 26 જાન્યુઆરી એટ્લે પ્રજાસત્તાક દિન , આ બંને દેશના રાષ્ટ્રીય અને મહત્વપૂર્ણ તહેવાર છે. આ બંને દિવસે દેશમાં રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી લઈને સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાતા હોય છે , અમે બંને રાષ્ટ્રીય તહેવાર વચ્ચે 5 નજીવા અંતર બતાવીએ છીએ , જેને લઈને અનેક લોકો ઘણી વખત મૂંઝવણમાં મુકાય જાય છે. 

1: 15 ઓગસ્ટ આઝાદી દિન અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન

15 ઓગસ્ટ 1947ના રોજ દેશ બ્રિટિશરોથી આઝાદ થયો હતો જેથી તેને આઝાદી દિન કે સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ દેશમાં બંધારણ અમલમાં આવ્યું હતું જેથી તેને પ્રજાસત્તાક દિવસ કે રિપબ્લિક ડે તરીકે મનાવવામાં આવે છે. 

2: ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવાનું અંતર 

15 ઓગસ્ટે ધ્વજારોહણ કરવામાં આવે છે જે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવે છે. ધ્વજારોહણ એટ્લે ઝંડાને ઉપર ચડાવવો , પ્રથમ વખત 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશરોનો ઝંડો નીચે ઉતારીને દેશનો ઝંડો ઉપર ચડાવવામાં આવ્યો હતો, જ્યારે 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે જેને દેશના રાષ્ટ્રપતિ ફરકાવે છે. એટ્લે કે ધ્વજસ્તંભ પર પહેલાથી જ લગાવવામાં આવેલા ઝંડો દોરી ખેંચીને ફરકાવવામાં આવે છે. 

3: કાર્યક્રમનું સ્થળ : લાલ કિલ્લો અને કર્તવ્ય પથ 

આઝાદી દિવસનો સમારંભ લાલ કિલ્લા ખાતે યોજવામાં આવે છે, જ્યાં લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન ધ્વજારોહણ કરીને દેશને સંબોધન કરે છે. જ્યારે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ નજીક આવેલા કર્તવ્ય પથ પર આયોજન કરવામાં આવે છે. અહિયાં પરેડ યોજવામાં આવે છે અને વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમ દેશના અલગ અલગ રાજ્યની ટીમ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોટાભાગે વિદેશના રાષ્ટ્રપ્રમુખ કે વડાપ્રધાનને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવે છે. 

4: સમાપન કાર્યક્રમમાં અંતર 

પ્રજાસત્તાક દિવસનું સમાપન 29 જાન્યુયારીએ બિટિંગ રીટ્રીટ સેરેમની સાથે થાય છે. જ્યારે આઝાદી દિનની ઉજવણીનું સમાપન 15 ઓગસ્ટે જ થાય છે. 

5: એવોર્ડની જાહેરાત : 

પ્રજાસત્તાક દિવસ વખતે પદ્મ એવોર્ડ અને સેન્ય સમ્માનની જાહેરાત કરવામાં આવે છે. દેશના વિકાસ અને પ્રગતિમાં જે જે લોકોનું વિશેષ યોગદાન અને ભૂમિકા હોય તે લોકો માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *