#DonaldTrumpinaugurationLIVE : ‘હવેથી કોઈ પણ દેશને અમે અમારો ફાયદો નહીં ઉઠાવવા દઈએ’, રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો હુંકાર

#DonaldTrumpinaugurationLIVE
#DonaldTrumpinaugurationLIVE

#DonaldTrumpinaugurationLIVE : અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ”અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે”

#DonaldTrumpinaugurationLIVE : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે ‘અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પે કહ્યું કે ”હવે દુનિયાનો કોઈપણ દેશ આપણો ઉપયોગ કરી શકશે નહીં. વધુમાં કહ્યું, ”અમારી સાર્વભૌમત્વ જાળવીશું અને દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં તેમજ અમેરિકામાં હવે ઘૂસણખોરી નહીં થાય. આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાનું પુનરાવર્તન કર્યું હતું.

#DonaldTrumpinaugurationLIVE : ”કોઈ દેશને ફાયદો ઉઠાવવા નહીં દઈએ”

 

DonaldTrumpinaugurationLIVE

ટ્રમ્પે કહ્યું કે, ‘આજથી આપણો દેશ ફરીથી સમૃદ્ધ થશે અને સમગ્ર વિશ્વમાં આપણું સન્માન વધશે. અમે હવે કોઈ દેશને ફાયદો ઉઠાવવા નહીં દઈએ. આપણું સાર્વભૌમત્વ ફરી પ્રાપ્ત થશે. આપણી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગૌરવપૂર્ણ, સમૃદ્ધ અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાની રહેશે”

”દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર”

રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે, ‘અમે અમારી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીએ છીએ.’ ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકાની દક્ષિણી સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈનિકો મોકલવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, કે, ‘અમે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછા છોડી દઈશું.’

કોલકત્તા રેપ અને મર્ડર કેસ: દોષિત સંજય રૉયને કોર્ટે ફટકારી આજીવન કેદ, 50 હજારનો દંડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *