SMA-1થી પીડાતા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે લલિત વસોયાએ સીએમને લખ્યો પત્ર

મહીસાગર :

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના રહેવાસી રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડનો 3 માસનો પુત્ર ધૈર્યરાજસિંહ એસએમએ-1 નામની ગંભીર બીમારી છે. જે બીમારીના સારવાર અર્થે ઈન્જેક્શનની જરૂરિયાત છે. બાળકના પરિવારજનો આ ઈન્જેક્શન તેમજ બાળકની સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી એમએલએ લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મદદ કરવા માગ કરી છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાને સમાન બિમારી ધરાવતા એક બાળકને ઈન્જેક્શન અપાવીને મદદરૂપ થયા હતા. જેને ધ્યાનમાં લઈને રાજદીપસિંહના 3 માસના પુત્રને સારવાર મળી રહે તે માટે વડાપ્રધાન પાસે પણ મદદની માગ કરી છે.

એમએલએ લલિત વસોયાએ જણાવ્યું કે,બિમાર બાળક ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. ધૈર્યરાજસિંહની બિમારીની સારવાર માટે ઈન્જેક્શનની જરૂરિયાત છે અને આ ઈન્જેક્શનની અંદાજીત રકમ રૂ.16 કરોડ હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. પરિવારજનો ઈન્જેક્શનની ખરીદી કરી શકે તેવી આર્થિક પરીસ્થિતી ન હોવાથી મુખ્યપ્રધાનને પત્ર લખીને રાહત ફંડમાંથી સહાય કરવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *