એપ્રિલમાં પીએમ મોદીનાં હસ્તે રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલનું ઉદ્ઘાટન

ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલ પૂર્ણ થવા આવી છે. આગામી એપ્રિલ મહિનામાં આ બન્ને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તેઓ એપ્રિલ મહિનામાં ગુજરાત આવી રહ્યાં છે ત્યારે આ પ્રોજેક્ટ્સ સાથે અન્ય પ્રોજેક્ટ્સનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. તેમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરમાં બની રહેલી ફાઇવસ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનની કામગીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ નિગરાની રાખી રહ્યાં છે.એરપોર્ટ પર જેવી સુવિધા હોય છે તેવી સુવિધા ગાંધીનગરના આ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલી છે.

ગાંધીનગરના આ બન્ને પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે પરંતુ તેમાં વિલંબ થયો છે. અગાઉ ૨૦૧૯ના અંતમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ કરી રહ્યું છે. આ રેલવે સ્ટેશનના ટ્રેક પર ફાઇવસ્ટાર હોટલ બની રહી છે. દેશની એક મોટી કંપની લીલા ગ્રુપ આ હોટલ બનાવે છે અને તે ચલાવશે. આ હોટલની આસપાસ દુકાનો, મોલ્સ, બિગબજાર સહિતની સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટમાં ફુડકોર્ટની વધુ એક સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં નિર્માણાધિન રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલ મોંઘી પડી રહી છે. આ સંતુક્ત પ્રોજેક્ટનો ખર્ચ વધીને ૭૨૧ કરોડ થયો છે. બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને ૭૦ ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી ૩૦૦ રૂમની સુવિધા કહી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *