KUTCH / માતાના મઢ પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું છે પત્રીવિધિ?

KUTCH / કચ્છમાં આવેલા માતાનામઢની પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ આવ્યો છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા પત્રીવિધિ કરશે.

KUTCH / કચ્છમાં આવેલું આસ્થાનું સ્થાન એટલે કે માતાનોમઢમાં નવરાત્રીમાં થતી પત્રીવિધિના કારણે ચર્ચાઓમાં આવી ગયો હતો. ત્યારે હવે માતાનામઢમાં પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ આવી ગયો છે. કચ્છના રાજવી પરિવારો વચ્ચે કેટલાક સમયથી પત્રીવિધિ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો પહેલા ભુજ કોર્ટમાં હતો. અહીં આ ચુકાદો પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના પક્ષમાં આવ્યો હતો.

પછી આ મામલે રાજવી પરિવારના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે કચ્છના રાજપરિવાર વચ્ચે ચાલતા પત્રીવિધિ પૂજા મામલે હાઇકોર્ટનો આદેશ આવી ગયો છે. હાઇકોર્ટે આ મામલે આદેશ આપતા જણાવ્યું કે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા પત્રીવિધિ કરશે. કચ્છના આસ્થા સમાન માતાનામઢમાં એક જ પત્રીવિધિ થશે.

માન્યતા અનુસાર એ મા આશાપુરા જ છે કે જેમણે શત્રુઓના આક્રમણોથી KUTCH કચ્છની રક્ષા કરી છે. એ જ કારણ છે કે આજે પણ કચ્છના મહારાવ આઠમના રોજ મા આશાપુરાની વિશેષ પૂજા કરે છે. તેઓ પવિત્ર ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે માતાજીને પત્રી ચઢાવે છે. પત્રી એક વિશેષ પ્રકારની વનસ્પતિ છે. આ પત્રીને પુન:ઝીલવા મહારાવ ખોળો પાથરીને ઊભા રહે છે. જ્યાં સુધી પત્રી ખોળામાં પડે નહીં ત્યાં સુધી પૂજા ચાલું જ રહે છે. અને પત્રીના પ્રાપ્ત થતાં જ જાણે માએ આશીર્વાદની વૃષ્ટિ કરી હોય તેમ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.

પત્રીવિધિ એટલે શું?

નવરાત્રી પર્વ દરમિયાન આશાપુરા માતાજીના નવ દિવસ હોમ હવન કરવામાં આવે છે એને આસો માસની નવરાત્રીની આઠમના રોજ આ પત્રીવિધિ યોજાય છે. આ દિવસે રાજપરિવારના મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડમાં સ્નાન કરી ચાચરા ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરે છે. ત્યાર બાદ ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવવામાં આવે છે એને આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર રાખવામાં આવે છે આ દરમિયાન ડાક તથા ઝાંઝ પણ વગાડવામાં આવે છે. ત્યારબાદ મહારાજા પછેડીનો પાથરી પત્રી મેળવવા માતાજીને રિઝવે છે. જ્યાં સુધી મહારાજાના ખોળામાં પત્રી નથી પડતી ત્યાં સુધી ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *