અમદાવાદમાં કોરોનાની રફતાર વધી…

અમદાવાદના ઘાટલોડિયા,બોડકદેવ,ગોતા વિસ્તારમાં રહેલા મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા સ્થાનિકો તથા આસપાસના વિસ્તારોમાં પણ કોરોનાના કેસને લઈને ભય જોવા મળી રહ્યો છે.

ઘાટલોડિયાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં 36 મકાન, સત્ય એપોર્ટમેન્ટમાં 16 મકાન, બોડકદેવના સુરેલ એપોર્ટમેન્ટમાં 12 મકાનો શ્રીક્રિષ્ના એપોર્ટમેન્ટમાં 12 મકાન તથા ગોતાના સત્યમેવ વિસ્ટાના 24 મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4006 એક્ટિવ કેસ છે. તો હાલ 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.95 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4420 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *