રાજ્ય માં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં એક સાથે ભરતી

ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોતા યુવાનો માટે હવે તક આવી ચૂકી છે. ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરાઈ છે.પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે.

રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત

● પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી

● બિન હથિયારધારી PSIની  202 જગ્યા

● બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ

● હથિયારધારી PSI ની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા

● મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી

● બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ

● બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા

● 16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે

● ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે

● 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *