
નેપાળ ના કાઠમાંડૂથી ઉડાન ભરતાં જ પ્લેનમાં ઝટકો લાગ્યો, વિંગ જમીન સાથે અથડાયા અને પછી અચાનક જ આગ લાગી ગઈ
નેપાળની રાજધાની કાઠમાંડૂમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં હાલ 18 લોકોનાં મોતની જાણકારી સામે આવી છે. ત્યાં જ, ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાક્યને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી.
વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તે સવારે લગભગ 11 વાગે ક્રેશ થયું હતું. 9N-AME પ્લેન સૂર્યા એરલાઈન્સનું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, પોલીસ અને ફાયર ફાયટર્સની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જોકે, ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. તેને તરત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.
વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું
વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. કાઠમંડુમાં આવેલા ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. વિમાનમાં કુલ 19 લોકો સવાર હોવાની માહિતી મળી છે. હાલ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિમાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલવવામાં આવી રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ટેકઓફ થતાં જ ઝટકો લાગ્યો, પછી ક્રેશ થયું
ઘટનાસ્થળે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ કાઠમંડુ પોસ્ટ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “વિમાન રનવેના દક્ષિણી છેડેથી ઊડ્યું હતું. વિમાનને અચાનક જ ઝટકો લાગ્યો અને તેના વિંગ્સ જમીન પર અથડાયા. આ પછી પ્લેનમાં આગ લાગી ગઈ. ત્યાર બાદ તે રનવેના પૂર્વ ભાગમાં બુદ્ધા એર હેંગર અને રડાર સ્ટેશનની વચ્ચે પડી ગયું.
નેપાળમાં 2023માં થયેલી વિમાન દુર્ઘટનામાં 68 લોકોનાં મોત થયા હતા
આ પહેલા 14 જાન્યુઆરી 2023ના રોજ નેપાળમાં વિમાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં કાઠમંડુથી 205 કિમી દૂર પોખરામાં યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. તે ATR-72 પ્લેન હતું, જેમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલા પ્લેન એક પહાડી સાથે અથડાયું હતું. જેના કારણે પ્લેનમાં આગ લાગી અને તે ખાઈમાં પડી ગયું.