અમદાવાદમાં યોજાયું “મડઈ જા માડૂ” નું સ્નેહમિલન

અમદાવાદમાં યોજાયું “મડઈ જા માડૂ” નું સ્નેહમિલન

અમદાવાદમાં “મડઈ જા માડૂ “નો” કુટુંબ મેળાવડો” યોજાયો 

પારિવારિક સંબંધો સ્થાપવા “સ્નેહમિલન” આવશ્યક.

સંબંધો ટકાવવા” ગણિત” વિષય કાચો હોવો જરૂરી

અમદાવાદમાં યોજાયું “મડઈ જા માડૂ” નું સ્નેહમિલન.

અમદાવાદ : રામસેતુ કર્ણાવતી ગ્રુપ, અમદાવાદ આયોજિત “મડઈ જા માડૂ” કે જેમાં અમદાવાદ/ ગાંધીનગર રહેતા હોય તેવા પરિવારોનું “સ્નેહમિલન “તાજેતરમાં સદવિચાર પરિવાર સેટેલાઈટ અમદાવાદ ખાતે યોજાયું હતું વ્યવસ્થાપક કમિટીના ના ઉદયભાઇ કારણી, કિશોરભાઈ શાહ ના સ્વાગત તેમજ પ્રસંગ પરિચય માં સૌ પરિવારોને હૃદય પૂર્વક આવકાર્યા હતા. સાથે સાથે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તાર જણાવી હતી. તો પ્રારંભે કુમારીકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંગીત વિશારદ સ્તુતિ કારણી એ ” ગણપતિ વંદના” રજૂ કરી હતી આ પ્રસંગે માંડવી કે તેની આસપાસ ના ગામો ના 151 પરિવારો અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓને ” માળા ના મણકા “ની જેમ એકબીજામાં પરોવવા માટે વોટ્સએપ ગ્રુપ ની રચના અંગેની સંપૂર્ણ માહિતી નીતિનભાઈ ચાવડાએ આપેલ હતી.

 તેઓના વચ્ચે પારિવારિક સંબંધો સ્થાપિત થાય એ અંગે ફયુઝન હોસ્પિટલ ના ડો. હિમાંશુ શાહ, નેક્સસ નમકીન ના હરેશભાઈ સેઘાણી, ધવલભાઈ સોની,એડ. કિર્તીભાઈ માંડલિયા, પાર્થ દવે,ભૈરવીબેન વેદ, દિનેશભાઈ માકડ, વિપુલભાઈ કોટક, રમણીકલાલ કંદોઈ વગેરેએ પોતાના પરિવાર ના પરિચયની સાથે સાથે માંડવીના જુના સંસ્મરણોને તાજા કર્યા હતા પરસ્પર સાથ સહકારની ભાવના પ્રબળ થાય એ માટે કમલભાઈ વેદ એ સૌને “હાઉજી “રમત રમાડી સૌને એક થવાનો કોલ આપ્યો હતો તો આર્થિક સહયોગ મેળવવા ડોલરભાઈ કાનાણીએ દાતાઓને અપીલ કરતાં દાનની સરવાણી વહેતી થઈ હતી “સ્નેહમિલન ” ના આ કાર્યક્રમનું સફળ સંચાલન વ્યવસ્થાપક કમિટીના ઈશ્વરલાલ ગણાત્રાએ જ્યારે આભાર દર્શન શિરિષભાઈ શનિશ્ચરા એ કરી હતી.

આ પ્રસંગે ભાવવિભોર થતા કુટુંબ પરિવારોના આંખમાં” હર્ષના આંસુઓ” વહેતા જોઈ વ્યવસ્થાપકો ની મહેનત રંગ લાવી હતી જેને કમિટીના મેમ્બરશ્રીઓએ સૌની લાગણીને વાચા આપી ભવિષ્યમાં અનેકવિધ કાર્યક્રમ યોજવાની જાહેરાત ની સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *