
વડોદરા :
વડોદરામાં સગીર કન્યાને ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચરતાં તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ગોત્રી વિસ્તારની અમરનાથ સોસાયટીમાં રહેતો વિશાલ લખમણભાઈ પરમાર સગીર વયની એક કન્યાના સંપર્કમાં આવ્યા બાદ તેણે ફ્રેન્ડશીપની વાતો કરી ફોસલાવી હતી. મોબાઈલ પર સંપર્ક ચાલુ રાખી સગીર કન્યા સાથે મુલાકાતો કરી હતી.
વિશાલ યુવતીને સયાજીગંજ વિસ્તારમાં આવેલા પોતાના મિત્રના ફ્લેટ પર લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના પરિવારજનોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા દુષ્કર્મ આચરનાર યુવક પંજાબ નેશનલ બેંકનો પ્યુન હોવાનું જાણવા મળતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.