
ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં ધરખમ વધારો
ગૃહિણીઓના બજેટમાં મોંઘવારીની વધુ માર પડી છે. ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે. જેમાં રુપિયા 20 એ કિલો મળતા ટામેટાનો ભાવ 60 રૂપિયા થયો છે. આ અંગે વેપારીએ જણાવ્યું છે કે, ટામેટાની આવક 50 ટકા ઘટી ગઈ છે. જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે, શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે. જો કે, ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે.