રાજકોટના 21માં મેયર તરીકે વકીલ ડો.પ્રદીપ ડવની વરણી, ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ મનપાએ ભાજપે 72માંથી 68 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે 4 બેઠક જ કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન. દંડક સહિત 12 હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ માટે મનપાની 2021ની પહેલી સામાન્ય સભા રાખવામાં આવી છે. મેયર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવ પર કળશ ઢોળાયો છે. તો ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહની વરણી કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરાઇ છે. આ માટે શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી.
શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહવાળા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે અને પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહવાળાનું નામ જાહેર થયું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા છે.
નવનિયુક્ત પદાધિકારીની યાદી
મેયર-ડો.પ્રદીપ ડવ
ડે.મેયર-ડો.દર્શીતા શાહ
શાસક પક્ષના નેતા- વિનુ ઘવા
શાસક પક્ષના દંડક-સુરેન્દ્રસિંહ વાળા
સ્થાયી સમિતિના સભ્યો
1.પુષ્કર પટેલ
2.મનીષ રાડિયા
3.બાબુ ઉધરેજા
4.ચેતન સુરેજા​​​​​​​
5.નીતિન રામાણી​​​​​​​
6.ડો.અલ્પેશ મોરઝરીયા
7.જયમીન ઠાકર
8.નેહલ શુક્લ
9.નયના પેઢડીયા
10.દુર્ગાબા જાડેજા
11.ભારતી પરસાણા
​​​​​​​12.ભારતી પાડલીયા
શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી લાખાભાઈ સાગઠીયા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *