શ્રી મહાવીર સ્વામી જીનાલયની 12મી ધ્વજારોહણ પ્રસંગ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે

માંડવી માં 16 મી જાન્યુઆરીને મંગળવારના રોજ શ્રી મહાવીર સ્વામી જીનાલયની 12મી ધ્વજારોહણ પ્રસંગ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.મંગળવારના બપોરના 12 વાગ્યે જૈનપૂરી મધ્યે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય યોજાશે. 

 બંદરીય શહેર માંડવી મધ્યે તા 16/01ને મંગળવારના રોજ શ્રી મહાવીર સ્વામી જિનાલયની 12મી ધ્વજારોહણ પ્રસંગ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે. મંગળવારના સવારના 9:30 કલાકે, ચારેય મંડળની બહેનો મહાવીર સ્વામી જિનાલય માં સતરભેદી પૂજા ભણાવશે. સવારે 11:00 કલાકે શ્રી મહાવીર સ્વામી જિનાલયની ધ્વજા ચડાવવામાં આવશે. 

બપોરે 12:00 કલાકે, પાંચેયગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈનપુરી મધ્યે, જિનાલયની આજુબાજુ રહેતા પરિવારો તરફથી યોજાશે. રાત્રે 9:00 કલાકે, મહાવીર સ્વામી જિનાલય મધ્યે, પ્રભુ ભક્તિ, શીતલ મંડળ તથા ત્રીશલા મંડળની બહેનો ભણાવનાર હોવાનું, શ્રી તપગચ્છ જૈન સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યું હોવાનું તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *