यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।

મહિલા ધારાસભ્યોને મહિલા દિન નિમિત્તે સરકારની ભેટ, મળશે વધુ એક કરોડની ગ્રાન્ટ

ગાંધીનગરઃ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી તેમની સરકારે મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની ભેટ આપી છે. જેનો લાભ ૧૩ મહિલા ધારાસભ્યોને મળશે. આ ગ્રાન્ટના કારણે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો ગ્રામીણ કક્ષાએ રસ્તાના કામો તથા મહિલા ધારાસભ્યોને કોર્પોરેશન વિસ્તારમાં રસ્તાના કામો માટે ફાળવાશે. જે સંબંધિત કોર્પોરેશનને માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

અનેક ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે ત્યારે આવા મહિલા ધારાસભ્યો કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તેમને જે તે નગરપાલિકા અથવા જિલ્લા પંચાયતમાંથી વધુ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. જેથી તેઓ પોતાના મતવિસ્તારનો વધુમાં વધુ વિકાસ કરી શકે. આ મહિલા દિન નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં મહિલા ધારાસભ્યોને વધુ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *