અંબાણીના ઘરની બહાર મળેલી સંદિગ્ધ કારના માલિક મનસુખ હિરેને આત્મહત્યા કરતા ચકચાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આવાસ એન્ટિલિયાની બહાર પાર્ક કરાયેલી સંદિગ્ધ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન મરેલી હાલતમાં મળી આવ્યો છે.

હિરેન મનુસુખે કલવા ક્રીકમાં કુદીને આત્મહત્યા કરી છે. હિરેનની લાશ મળ્યાંની ખબર મળતાં નોપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રીકના નાળામાંથી તેની લાશને કબજે કરીને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. 

આત્મહત્યા કરનાર મનસુખ ગુરુવારથી ઘેરથી કોઈને કીધા વગર ક્યાંય ચાલ્યો ગયો હતો. તેના પરિવારજનોએ મુંબઈના નોપાડા પોલીસ સ્ટેશમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યાનુસાર વિસ્ફોટ મળ્યાંના થોડા દિવસ પહેલા મનસુખ હિરેનની કાર મુલુંડ વિસ્તારમાંથી ચોરાઈ હતી. 

મુકેશ અંબાણીના ઘર બહાર જિલેટીનથી ભરેલી જે કાર મૂકવામાં આવી હતી તેનો માલિક હિરેન મનસુખ હતો. આ કારમાંથી ધમકીભરેલા પત્રો પણ મળ્યાં હતા. કારમાંથી જિલેટીનની 20 સ્ટીક પણ મળી આવી હતી. 
એક પત્ર પણ મળ્યો હતો જેમાં લખાયું હતું કે આ તો ફક્ત એક ટ્રેલર છે. નીતા ભાભી, મુકેશ ભાઈ… આ તો ફક્ત એક ટ્રેલર છે. આવતે વખતે આ બધો સામાન તમારી પાસે આવશે અને તેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *