ભુજ BSF ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઇ

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા તા. ૨૯ ઓગસ્ટે ૠષભભાઈ મારૂ ના નેતૃત્વ માં શાખા ના કાર્યકર્તાઓ તથા દાતાશ્રીઓ એ સવારે ભુજ ખાતે BSF ની ૫૯ બટાલિયનના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી રાકેશ કુમાર ને મળીને રક્ષાબંધન પર્વ મનાવ્યું. તથા તા. ૩૦ ઓગસ્ટ ના રોજ કચ્છની ભારત – પાક સીમા ના દુર્ગમ વિસ્તાર જેવા કે હરામી નાળા, કોરી ક્રીક, ભારત – પાક સીમા ના છેલ્લા પિલર નં – ૧૧૭૫ જવી BSF પોસ્ટ પર જઈ અને જવાનો સાથે રક્ષાબંધન તહેવાર મનાવ્યું. અને બપોરે અબડાસા વિસ્તાર ના કાર્ય સમ્રાટ વિધાનસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે રક્ષાબંધન પર્વ મનાવ્યું તથા કચ્છ ના વિકાસ કાર્ય બાબત ચર્ચા કરી.

ૠષભભાઈએ જણવ્યું કે મધ્ય મુંબઈ શાખા છેલ્લા ૧૩ વર્ષોથી નિરંતર દર વર્ષે સ્વખર્ચે રક્ષાબંધન તહેવાર અલગ અલગ સીમાઓ પર જઈ ને મનાવે છે. તથા કોરોના કાળથી અમે મુંબઈથી શાખાના દાતાશ્રીઓની આર્થિક સહાય થી લગભગ ૨૦૦૦૦ રાખડીઓ અને મિઠાઈ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, કાશ્મીર, આસામ, વગેરે જવી સીમાઓ પર તહેનાત સૈનિકોને મોકલીએ છીએ. અમે દર વર્ષે લગભગ ૧૮-૨૦ લોકો આ તહેવારની ઉજવણી માટે ત્રણ મહિના પહેલાથી જ બધી તૈયારીઓ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *