
MANDVI : માંડવી તાલુકાના ત્રગડીમાંથી બાતમીનાં પગલે માંડવી મરીને પોલીસે રૂા. 19,78,200નો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ અંગે માંડવી મરીન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ દારૂ અને જુગારની બદી નાબુદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે આજે માંડવી મરીન પોલીસના ઈન્ચાર્જ પીઆઈ આર. એસ. સોલંકી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે એ.એસ.આઈ. ખુમાનસિંહ જાડેજા તથા હે. કો. પ્રદ્યુમનસિંહ જાડેજાને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે, ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અંગ્રેજી પ્રકારનો ભારતીય બનાવટનો શરાબનો જથ્થો લઈ આવ્યો છે અને આ જથ્થો તેના ઘરની બાજુની ઓરડી ભાડે લઈ તેમાં રાખ્યો છે. તે આ માલ સગેવગે કરવાની પેરવીમાં છે.
MANDVI : આ બાતમીનાં પગલે પોલીસે દરોડો પાડી ઓરડીમાંથી વ્હિસ્કીની બોટલ નંગ 2208 કિં. રૂા. 7,72,800, વ્હિસ્કીના ક્વાટર્સ નંગ 1762 કિં. રૂા. 1,76,200, વોડકા બોટલ નંગ 1392 કિં. રૂા. 4,87,200 અને વોડકા બોટલ નંગ 192 રૂા. 67,200 તથા અલગ-અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ 4752 કિં. રૂા. 4,75,200 એમ કુલે રૂા. 19,78,200નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન આરોપી યુવારાજસિંહ જાડેજા હાજર મળ્યો ન હતો. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ શ્રી સોલંકી, એ.એસ.આઈ ખુમાનસિંહ, એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. દેવજીભાઈ સામજીભાઈ, હેડ કો. બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ, સુરજભાઈ પ્રવીણભાઈ, શક્તિસિંહ ભગવતસિંહ, પ્રદ્યુમનસિંહ સરૂભા, દીપકભાઈ જેઠાભાઈ, વિક્રમસિંહ પાંચુભા, કોન્સ. ઉદિતભાઈ સુરેશભાઈ, ભગીરથસિંહ જયપાલસિંહ જોડાયા હતા.