
MANDVI: જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે સગર્ભા મહિલાઓને દેશી ઘીની સુખડીનું વિતરણ
MANDVI: જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે, તાજેતરમાં લાખાસર ચોક – માંડવીમાં આવેલા શિવ શાંતિ ક્લિનિક અને માંડવીની સિવિલ હોસ્પિટલમાં આવેલા શ્રીમતી ભાનુમતિ શ્યામજી કૃષ્ણવર્મા પ્રસુતિ ગૃહમાં સગર્ભા મહિલાઓને, યોગ્ય પોષણ મળી રહે એ હેતુસર, દેશી ઘી ની સુખડીનું વિતરણ કરવામાં આવેલ હતું. આજે સુખડી વિતરણનો 183 મો પ્રોજેક્ટ હતો.

MANDVI : આ સેવાકાર્યમા સંસ્થાના પ્રમુખ પરેશભાઈ સોની, ઉપપ્રમુખ બળવંતસિંહ ઝાલા, ખજાનચી યોગેશભાઈ ભટ્ટ, જાયન્ટસ વેલફેર ફેડરેશન 3 બી (રાજ્ય)ના પુવૅ મિડિયા ઓફિસર દિનેશભાઈ શાહ, માંડવી જાયન્ટ્સના પર્યાવરણ ચેરમેન રાજેશભાઈ સોની અને વસંતગીરી ગોસ્વામી જોડાયા હતા. આ પ્રોજેક્ટમાં નીતિનભાઈ સોમૈયા, જયેશભાઈ સાધુ, ડો. કૃપાલીબેન વિરાણી અને એચ.ડી.જેનુબાબેન ખોજા સહયોગી રહ્યા હતા.
MANDVI : યુનિટ ડાયરેક્ટ યોગેશભાઈ ત્રિવેદી, મંત્રી હર્ષભાઈ ત્રિવેદી અને ફેડરેશન ઓફિસર યોગેશભાઈ મહેતાએ શુભેચ્છા પાઠવી હતી.
MANDVI: Distribution of Desi Ghee Sukhdi to pregnant women by Giants Group of Mandvi