માંડવીની (mandvi)17 સરકારી પ્રાથમિક શાળાના 296 બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતા પરિવારનું સન્માન યોજાયું

માંડવીની (mandvi)17 સરકારી પ્રાથમિક શાળાના 296 બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતા પરિવારનું સન્માન થયું.

માંડવીની (mandvi) 17 સરકારી પ્રાથમિક શાળાના ૨૯૬ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ, માંડવી જૈન ગુર્જર સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે, મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા રહેતા દાતા માતૃશ્રી રમીલાબેન રવિલાલ દોશી (હસ્તે :- શ્રીમતી જયશ્રીબેન રાજેન્દ્રભાઈ શાહ – માંડવી) અને મુકેશભાઈ રવિલાલ દોશી (માંડવી – અમેરિકા) ની ઉપસ્થિતિમાં, માંડવીના આંબા બજારમાં આવેલા ઉપાશ્રયમાં અર્પણ કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે જાગૃતિ અભિયાન મંચ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને માંડવીની (mandvi) જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ તરફથી, દાતા પરિવારના રાજેન્દ્રભાઈ શાહ(ભાછા) અને શ્રીમતી જયશ્રીબેન આર. શાહ નું સમારોહના પ્રમુખ અને માંડવી (mandvi) બે નાતના પ્રમુખ તથા માંડવીના (mandvi) પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ, અતિથિ વિશેષ દિનેશભાઈ શાહ અને માંડવી અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, રાજય એવોર્ડ વિજેતા ભારતીબેન ગોર, જિલ્લા કેળવણી નિરીક્ષક મૌસમીબેન જોશી અને તાલુકા ગ્રુપ શાળાના આચાર્યા નીલમબેન ગોહિલના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું.

The donor family who gave educational kits to 296 Balwatika children of 17 government primary  schools in Mandvi was honored.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *