Teacher : માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજનું પ્રેરણાદાયી કાર્ય

Teacher : માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજનું પ્રેરણાદાયી કાર્ય. 

Teacher : બે નિવૃત્ત શિક્ષિકાઓને હયાતી ની ઓનલાઇન ખરાઈ કરીને 11 માસનું પેન્શન સાથે અપાવ્યું.નદુરસ્ત તબિયત વાળા નિવૃત્ત કેળવણી નિરીક્ષક, નિવૃત્ત શિક્ષકો અને ફેમિલી પેન્શન મેળવતા કર્મચારીઓના ઘરે રૂબરૂ જઈને હયાતીની ઓનલાઇન ખરાઈનું કામ કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું. 

Teacher : બે નિવૃત્ત શિક્ષિકાઓને હયાતી ની ઓનલાઈન ખરાઇ કરીને 11 મહિનાનું પેન્શન એકી સાથે અપાવી તેમજ નાદુરસ્ત તબિયત વાળા નિવૃત કેળવણી નિરીક્ષક, નિવૃત્ત શિક્ષકો અને ફેમિલી પેન્શન મેળવતા કર્મચારીને ઘરે રૂબરૂ જઈને હયાતી ની ઓનલાઇન ખરાઈ નું કામ કરીને માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજે પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે. 

Teacher : સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક અને મંત્રી દિલીપભાઈ જૈનના જણાવ્યા મુજબ માંડવી તાલુકાના બે નિવૃત્ત શિક્ષિકાઓની હયાતી નું ખરાઈ નું ફોર્મ કોઈપણ કારણસર જિલ્લા તિજોરી- ભુજની કચેરીને ન મળતા આ બંને નિવૃત્ત શિક્ષિકાઓનું ઓગસ્ટ- 2022 થી પેન્શન બંધ થઈ હતું. પરંતુ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે હયાતીની ઓનલાઇન ખરાઈ કરી આપતા આ બંને નિવૃત્ત શિક્ષિકાઓને ઓગસ્ટ – 2022 થી જુન -2023 સુધી 11 મહિનાનું પેન્શન તા. 01/07/ 2023 ના એકીસાથે મળી જતા બંને શિક્ષિકા બહેનોએ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહનો આભાર માન્યો હતો. હયાતીની ઓનલાઇન ખરાઈ નું કામ સંસ્થાના પ્રમુખના પુત્ર દીપ દિનેશ શાહ અને મંત્રીના પુત્ર જીગર દિલીપભાઈ જૈને કરેલ હતું.

Teacher : તાલુકાના નિવૃત્ત કેળવણી નિરીક્ષક, નિવૃત્ત શિક્ષકો અને ફેમિલી પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના ઘરે રૂબરૂ જઈને સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહના પુત્ર દિપ દિનેશ શાહે હયાતી ની ઓનલાઇન ખરાઈ કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. Teacher : સંસ્થાએ આ સાલની જેમ ગઈ સાલે પણ હયાતી ની ઓનલાઇન ખરાઈ કરી આપવાનો નિ:શુલ્ક કેમ્પ રાખેલ હતો અને નાદુરસ્ત તબિયત વાળા કર્મચારીઓના ઘરે રૂબરૂ જઈને હયાતીની ઓનલાઇન ખરાઈ કરી આપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *