CM : સુરત મનપા, સુડા, અને માર્ગ-મકાન વિભાગના રૂ.502.34 કરોડના જનહિતલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

CM

CM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગર પાલિકા, અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને માર્ગ-મકાન વિભાગના રૂ.502.34 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતના અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. લોકોનુ જનજીવન સહજ અને સરળ બને તે માટે નરેન્દ્ર મોદીએ ઈઝ ઓફ લિવિંગની કાર્યપ્રણાલી અપનાવી છે.

CM : સુરત શહેર આયોજનબધ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જે આયોજનબધ્ધરીતે આગળ વધે છે તેના વિકાસને કોઈ રોકી શકતુ નથી.

CM : સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ.46.10 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL)દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.4.3 કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે તૈયાર થયેલા આઉટડોર રિંગ રોડના તથા તાપી નદી પર વાલક ખાતેના બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા અંદાજિત રૂ.33.08 કરોડના ખર્ચે વિકાસ કામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ.20.10 કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરાવામાં આવ્યું હતું.

CM : આ પ્રસંગે કેન્દ્રીય રેલવે ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય વિનોદ મોરડિયા, સંદિપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, મનુ પટેલ, કાંતિ બલર, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપુત, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, વિવિધ સમિતિના ચેરમેનો, કોપોર્રેટરો, મનપા અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *