Tapagach JainSangh : જીતવિજયજી મ. સા.ની ૧૦૦મી સ્વર્ગારોહણ તિથિ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાઇ.

Tapagach JainSangh : માંડવી તપગચ્છ જૈનસંઘના ઉપક્રમે જીતવિજયજી મ. સા.ની ૧૦૦મી સ્વર્ગારોહણ તિથિ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાઇ.

Tapagach JainSangh : માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે આજે તા. 08/07 ને શનિવારના રોજ જીતવિજયજી મ.સા.ની ૧૦૦મી સ્વર્ગારોહણ તિથિ ભક્તિ ભાવપૂર્વક ઉજવાઈ હતી.

Tapagach JainSangh : કચ્છમાં મનફરા ગામે જન્મ લઈને પ્રભુ વીર ને પ્યારું એવું ચારિત્ર અંગીકાર કરનારા, ભાભરતીર્થની ધન્ય ધારા પર પ્રથમ ચાતુર્માસ કરીને, પ. પૂ. શ્રી બુદ્ધિવિજય મ.સા.ને પ્રથમ રજોહરણ આપી ભાભરતીર્થને સંયમીખાણ બનાવનાર, કચ્છ વાગડ દેશોહારક, સુવિશુદ્ધ, સંયમમૂર્તિ, દાદા ગુરુદેવ શ્રી જીતવિજયજી મહારાજની ૧૦૦મી સ્વર્ગરોહણ તિથી નિમિત્તે સવારે શ્રી કલાપ્રભસુરીશ્વરજી આરાધના ભવનમાં પ. પૂ. પુણ્યદર્શનાશ્રીજી મ. સા. ની નિશ્રામાં ગુણાનુંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.

Tapagach JainSangh : સાંજના ૪ વાગે વર્ધમાન ઉપાશ્રયમાં પ. પૂ. પૂર્ણદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં માંડવીના ત્રણ ગચ્છના બહેનોની ઉપસ્થિતિમાં કાનજી ઠાકરશી શાહ પરિવારના સૌજન્યથી જાપ તથા નવકાર મહામંત્રની ગેમનો કાર્યક્રમ પણ યોજાયો હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *