ગુજરાત સરકારનું વર્ષ 2021-2022 નું બજેટ

પશુપાલન
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ.
• ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૪૩ કરોડની જોગવાઈ.
• ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ.
• મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.
• રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
• કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. ૭ કરોડની જોગવાઈ.
• દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *