
Floating restaurants cruise : અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યૂઅલી ‘ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ’નું લોકાર્પણ કરવામાં આવશે.
Floating restaurants cruise : અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ગણતરીની કલાકોમાં જ અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી રવિવારથી એટલે કે આવતીકાલથી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ શરૂ થઈ જશે. આવતીકાલે (2 જુલાઈ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ સેવાનો પ્રારંભ કરાવશે. અંદાજે 12થી 15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ક્રુઝની ટિકિટ લોકો ઓનલાઈન અને ઓફલાઈન બુક કરી શકશે. ખાનગી કંપની દ્વારા આ ક્રૂઝનું સંચાલન કરવામાં આવશે.
સાબરમતી નદીમાં ક્રૂજનું સપનું આખરે અમદાવાદીઓનું પૂરું થશે
Floating restaurants cruise : આ અંગે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે, લાબાં સમયથી રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝનું સપનું આખરે અમદાવાદીઓનું પૂરું થશે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ ક્રૂઝને તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી 2જી જુલાઈના રોજ વર્ચ્યૂઅલી આ ક્રૂઝનું લોકાર્પણ કરવામાં આવશે.
રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લું મુકાશે
Floating restaurants cruise : તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી લોકો સાબરમતી નદીમાં બોટિંગ રાઈડનો આનંદ માણતા હતા. હવે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. જેમાં 150 જેટલા લોકો એકસાથે બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. હવે લોકોને આવી ક્રૂઝ રેસ્ટોરન્ટની મજા માણવા બહાર નહીં જવું પડે.