
પવૉધીરાજ પર્યુષણ મહાપર્વ આરાધનાનું શ્રેષ્ઠ પર્વ છે. ધર્મ જેવી કોઈ શક્તિ નથી ભાવ અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરો પ. પૂ. પુણ્યદર્શનના શ્રીજી મ.સા. માંડવીમાં તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ (Chaturmas) મંગલ પ્રવેશ રંગે ચંગે સંપન્ન થયો.
સામૈયામાં જૈન સમાજના પાંચે ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા. પાંચેગચ્છ માટે આયંબિલ તપની આરાધના કરાવાઈ. માંડવી તા. ૨૯/૦૬/૨૦૨૩ બંદરીય માંડવી શહેરમાં તપગચ્છ જૈન સંઘમાં ત્રણ સાધ્વીજી ભગવંતોનો ચાતુર્માસ (Chaturmas) મંગલ પ્રવેશ તારીખ 28/06 ના રંગેચંગે સંપન્ન થયો હતો.
વહેલી સવારે 6:30 કલાકે ન્યાયાલય (પુલવાળા નાકા પાસે)થી પાંચેગચ્છ નું ભવ્યતિભવ્ય સામૈયુ નીકળ્યું હતું. માર્ગમાં ઠેર ઠેર ગઉલી કાઢીને બહેનોએ સાધ્વીજી ભગવંતોને આવકાર્યા હતા. (Chaturmas)
મહાવીર બેન્ડ પાર્ટીના નાદ સાથે વિવિધ ધાર્મિક નારાઓ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ.પૂ.પુણ્ય દર્શનાશ્રીજી મ.સા.,પુ.પ્રશાંત દર્શનાશ્રીજી મ.સા.અને પૂ. પૂર્ણરુચિશ્રીજી મ.સા.આદીઠાણા ત્રણ(૩)ને વાજતે ગાજતે ઉપાશ્રયમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરાવાયો હતો. ઉપાશ્રય માં માંગલિક શ્રવણ કરાવ્યા બાદ પૂ. પુણ્યદર્શના શ્રીજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, પવૉધીરાજ પર્યુષણ મહાપર્વ આરાધના નું શ્રેષ્ઠ પર્વ છે.
ધર્મ જેવી કોઈ શક્તિ નથી, ભાવ અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાનો આવાહન કર્યું હતું. ચાતુર્માસ નું મહત્વ સમજાવી ચાતુર્માસમાં શક્ય તેટલી વધુ આરાધના કરવા અને જિનવાણી નુ શ્રવણ કરવા ભાવિકોને અનુરોધ કરેલ હતો.
સાધ્વીજી ભગવંતોને ધર્મબિંદુ વહોરાવવાનો લાભ માતૃશ્રી સુરજબેન હેમચંદ બોરીયા (હસ્તે : નવીનભાઈ બોરીયા) એ લીધો હતો જ્યારે જ્ઞાન પૂજન નો લાભ અનુક્રમે ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ, તરૂણભાઇ રમણીક લાલ મહેતા, હેતલભાઈ ભરતભાઈ માણેકલાલ શાહ, શાહ કાનજી ઠાકરશી પરિવાર અને શાંતાબેન બાબુલાલ રાભિયા (મનફરા) એ લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને સંઘના પુવૅ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે અચલગચ્છ જૈન સંઘના પૂ. આગમકિરણશ્રીજી મ.સા.,પૂ.દીપ્તકિરણશ્રીજી મ.સા.અને પૂ.સહસ્ત્રકિરણાશ્રીજી મ.સા.પણ ઉપસ્થિત રહ્યા હતા. ચાતુર્માસ પ્રસંગે પાંચેગચ્છ માટે આયંબિલ તપની આરાધના કરાવાઈ હતી.
આ પ્રસંગે ચાતુર્માસ ફંડ નોંધવવામાં દાતાઓ વરસ્યા હતા. આ પ્રસંગે મનફરા જૈન સંઘના ભાવિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તપગચ્છ જૈન સંઘ તરફથી મનફરા સંઘનું સન્માન કરાયું હતું.
સામૈયામાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા ટ્રસ્ટી મંડળ, શ્રેષ્ઠ વર્ય ભરતભાઈ દેવજી મહેતા (ડગાળાવાલા) અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ સહિત પાંચે ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.