
વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને કચ્છી જૈન JAIN સંતોનો રવિવારે ઇન્દોરમાં વાજતે- ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો. પર્યુષણના પાંચ મહિના દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો ની સાથે સાથે વ્યસન મુક્તિના પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને કચ્છી બે જૈન JAIN સંતોનો તા. 25 /06 ને રવિવારના ઈન્દોર (મધ્ય પ્રદેશ)માં વાજતે ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ રંગેચંગે સંપન્ન થયો હતો.
કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન JAIN સંઘના પ. પૂ. ગુરૂવયૅ શ્રી ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ. પૂ. નરેશમુનિ “આનંદ” મ.સા.(ભોજાય- કચ્છ) અને તેમના શિષ્ય પ.પુ.ઓજસમુની “મંગલ” મ.સા.(બેરાજા- કચ્છ) કચ્છી જૈન સંતોનો આજે તારીખ 25/06 ને રવિવારના સવારના શ્રી ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ ઇન્દોર (મધ્યપ્રદેશ)માં વાજતે-ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો હોવાનુ પ.પૂ.નરેશ મુની મ.સા.પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી/ ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સંઘ પ્રમુખ યોગેશભાઈ કોઠારી ના નિવાસ્થાને નવકારસી કરીને સૌ ભાવિકો બેન્ડ પાર્ટી સાથે સામૈયામાં જોડાયા હતા. ભવ્યાતી ભવ્ય સામૈયામાં નવયુવક મંડળ- મહિલા મંડળ – પાઠશાળા ગ્રુપ તેમજ કચ્છી સમાજના વિશાળ સંખ્યામાં ભાવિકોએ ગીત- સંગીતની રમઝટ બોલાવી હતી. સંઘના ટ્રસ્ટી મંડળ, કમિટીના સભ્યો અને સંઘના ભાવિકો એ બંને કચ્છી જૈન સંતોનો જૈન JAIN ભવનમાં ધાર્મિક નારા સાથે શાનદાર રીતે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરાવ્યો હતો.ચાતુર્માસના પાંચ મહિના માટે જ્ઞાનપોથી અને સાધર્મિક ભક્તિ સહિતના લાભ વિવિધ દાતાશ્રીઓએ લીધો હતો પ્રવેશ પ્રસંગે મુંબઈ અને કલકત્તાના ગુરુભક્તો બહોળી સંખ્યામાં ઇન્દોર આવેલ હતા.
ચાતુર્માસ ના પાંચ મહિના દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનોની સાથે સાથે વ્યસન મુક્તિના વિવિધ કાર્યક્રમો યોજનાના હોવાનું દિનેશ એમ. શાહે જણાવ્યું હતું. પ્રારંભમાં સંઘના પ્રમુખ યોગેશભાઈ કોઠારીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કચ્છી જૈન સંતોનો ચાતુર્માસ નો પાંચ મહિના માટે લાભ મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે માંગલિક શ્રવણ કરાવવા બાદ પૂ. નરેશ મુનિ મ. સાહેબે ભાવિકોને સંબોધમાં જણાવ્યું હતું કે ચાતુર્માસ એટલે જીવદયા પાળવાનો મહામૂલો સમય, ચાતુર્માસ એટલે જૈન મૂલ્યોનું જતન કરવાનો અપૂર્વ સમય ચાતુર્માસ એટલે કર્મ નિજૅરા કરવા માટેનો અમુલ અવસર દાન અને સાધર્મિક ભક્તિનો અપૂર્વ અવસર.
પૂજ્ય શ્રી એ ચાતુર્માસ દરમિયાન યથાશક્તિ ધાર્મિક અનુષ્ઠાનો કરવા અને જિનવાણી નો લાભ લેવાનો ભાવિકોને અનુરોધ કરેલો હતો.