MANDVI: બાળકોને યુનિફોર્મ અર્પણ કરાયા

શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનું સમોધ શસ્ત્ર છે. માંડવી શહેરની 17 સરકારી પ્રાથમિક શાળાઓના બાલવાટીકાના જરૂરત 100 બાળકોને બેંગ્લોરના દાતા ના સૌજન્યથી યુનિફોર્મ અર્પણ કરાયા.

MANDVI: માંડવી શહેરની 17 સરકારી પ્રાથમિક શાળાઓના બાલવાટિકાના જરૂરતમંદ 100 બાળકોને બેંગ્લોર નિવાસી દાતા ના સૌજન્યથી યુનિફોર્મ અર્પણ કરાયા હતા.

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળામાં સેવાભાવી નિશાંતભાઈ સુરેશભાઈ શાહ (લાલન) ના પ્રમુખ પદે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મોસમીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના મંત્રી શ્રી દિલીપભાઈ જૈન અને જિલ્લા કેળવણી નિરીક્ષક કાસમભાઇ નોડે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

MANDVI: સેવાભાવી આગેવાન નિશાંતભાઇ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, મૂળ માંડવીના પરંતુ હાલમાં બેંગ્લોર નિવાસી દાતા કિરણભાઈ વછરાજભાઇ શાહ તરફથી છેલ્લા આઠ વર્ષથી માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં યુનિફોર્મ, નોટબુકો, બોલપેન અને શૈક્ષણિક કીટ અમે આપી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં માંડવીના નિવૃત્ત શિક્ષક આગેવાનો દિનેશભાઈ શાહ, દિલીપભાઈ જૈન અને ઇશ્વરભાઇ ગણાત્રા સહકાર આપી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, માંડવીના શ્રીમતી દીપાબેન નિશાંતભાઈ શાહની પ્રેરણા અને તેમના પ્રયત્નોથી બેંગ્લોર નિવાસી માંડવીના વતન પ્રેમી દાતા કિરણભાઈ વછરાજભાઈ શાહ તરફથી આ વર્ષે બાલવાટિકાના 100 વિદ્યાર્થીઓને યુનિફોર્મ નો વિતરણ કરવામાં આવેલ છે.

મુખ્ય મહેમાન પદેથી જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોષીએ બેંગ્લોરના દાતા કિરણભાઈ શાહ અને માંડવીના પ્રેરણાદાતા દીપાબેન નિશાંતભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. 

અતિથિ વિશેષ પદેથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશ શાહે જણાવ્યું હતું કે “શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનું સમોધ શસ્ત્ર છે”.જિલ્લા કેળવણી નિરીક્ષક કાસમભાઈ નોડે અને દિલીપભાઈ જૈને પ્રારંભિક પ્રવચનમાં વતન પ્રેમી દાતા નો આભાર માન્યો હતો.

મંચસ્થ મહેમાનો ના હસ્તે જૈનનુતન શાળા નંબર ૩ના બાળકોને પ્રતિક રૂપે અને બાકીની 16 પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોને યુનિફોર્મ નો વિતરણ કરાયું હતું. ઈશ્વરલાલ ગણાત્રા સહયોગી રહ્યા હતા.

રાજ્ય એવોર્ડ વિજેતા શ્રીમતી ભારતીબેન ગોરે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાલવાટિકાની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી, મહેમાનો અને શિક્ષકોને સંકલ્પ લેવડાવ્યા હતા. 

આ પ્રસંગે સ્વ. સુશીલાબેન અને સ્વ. વિમળાબેન હાથીભાઈ શાહની સ્મૃતિમાં શ્રીમતી ચંદનબેન દિલીપભાઈ જૈનના હસ્તે જૈન નુતન પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી ૮મા વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનારા તેજસ્વી તારલાઓને રોકડ પારિતોષિક થી પુરસ્કૃત કરાયા હતા. 

પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌ મહેમાનો અને શિક્ષકોને આવકાર્ય હતા. મસ્કા ઓક્ટ્રોય પ્રાથમિક શાળાના આચાર્ય ગઢવી ભાઈએ પોતાના પ્રતિભાવમાં શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી, દાતા નો આભાર માન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ. મોરારીબાપુ ના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવીએ કરેલું હતું જ્યારે શાળાના શિક્ષક મનુભા જાડેજાએ આભાર વિધિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *