
Yoga : ભારતીય યોગ દુનિયામાં છવાયો છે. અમેરિકા જેવી મહાસત્તા પણ આજે યોગની શક્તિ માનવા લાગી છે અને પીએમ મોદીના પ્રયાસોને માન આપીને તેણે ઈન્ટરનેશનલ યોગા ડે ઉજવવાની લીલીઝંડી આપી હતી. ઈન્ટરનેશનલ યોગ ડેનીની ઉજવણી અમેરિકામાં થઈ રહી છે અને પીએમ મોદી તેની આગેવાની કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયના નોર્થ લોન ગાર્ડનમાં યોગ દિવસની આગેવાની કરીને હજારો લોકોને યોગ કરાવ્યાં હતા.
Yoga : પીએમ મોદીના આ ઐતિહાસિક યોગ સમારોહમાં 190થી વધુ દેશના લોકો જોડાયા હતા અને યોગનો લાભ લીધો હતો. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો અને ત્યાંના કાયમી રહેવાશીઓને પ્રધાનમંત્રી મોદી સાથે યોગ કરવાનું એટલું ઘેલું લાગ્યું કે તેઓ વહેલી સવારથી યુએન મુખ્યાલય બહાર ધામા નાખીને પડ્યાં હતા. લોકો વહેલી સવારે શંખ ફૂંકતા પણ નજરે ચઢ્યાં હતા.
Yoga : જાણીતી હસ્તીઓ પણ પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં હાજર રહી
સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ કસાબા કોરોસી, અભિનેતા રિચર્ડ ગેરે, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ, ડિજિટલ ઇવેન્જલિસ્ટ વાલા અફસર, પુરસ્કાર વિજેતા જય શેટ્ટી, ભારતીય શેફ વિકાસ ખન્ના, ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ વગેરેનો સમાવેશ થાય છે.
યોગ ભારતમાંથી આવ્યો, તે કોપીરાઇટ, પેટન્ટ અને રોયલ્ટીથી મુક્ત-મોદી
Yoga : યોગ કરતા પહેલા પીએમ મોદીએ યુએન મુખ્યાલયમાં હાજર લોકોને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે યોગ ભારતમાંથી આવ્યો છે અને તે ખૂબ જ જૂની પરંપરા છે. યોગ કોપીરાઇટ, પેટન્ટ અને રોયલ્ટીથી મુક્ત છે. યોગ તમારી ઉંમર, લિંગ અને ફિટનેસના સ્તરને અનુરૂપ છે. યોગ પોર્ટેબલ છે.
દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ જાણીને આનંદ થયો
પીએમ મોદીએ કહ્યું કે તમને બધાને જોઈને હું ખુશ છું અને આપ સૌનો આવવા બદલ આભાર માનું છું. મને કહેવામાં આવ્યું છે કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ થાય છે. યોગ એટલે કનેક્ટિંગ એટલે તમે યોગ માટે જોડાવા આવી રહ્યાં છો.