
MANDVI : કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની ઉજવણી કરાઇ
MANDVI : માંડવીની જન કલ્યાણ મેડિકલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજ સોસાયટીએ અમેરિકાના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજીને મંગળવારે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની વિશિષ્ટ રીતે ઉજવણી કરી.
MANDVI : સંસ્થાએ માનવસેવાનુ ઉમદા કાર્ય કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું. માંડવી તા. 20/06/2023
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કાર્ય કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીએ આજે તારીખ 20 /06 ને મંગળવારના રોજ અમેરિકાના ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજીને કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી સંસ્થાએ માનવ સેવાનું ઉમદા કાર્ય કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.

MANDVI : કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની ઉજવણી કરાઇ
MANDVI : સંસ્થાના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવી એ દીપ પ્રગટાવીને નિ:શુલ્ક મેડિકલ કેમ્પ ને ખુલ્લો મુક્તા સંસ્થાની વિવિધ આરોગ્યલક્ષી સેવાની વિગતે માહિતી આપી હતી સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે અમેરિકા અને મુંબઈના સેવાભાવી ડોક્ટરોનો પરિચય આપેલો હતો.
MANDVI : આ પ્રસંગે અમેરિકાના એન્કોલોજિસ્ટ અને બ્રેસ્ટ કેન્સરના નિષ્ણાત ડો.પૂર્વી ગડાએ જણાવ્યું હતું કે હવે કેન્સરથી ગભરાવાની જરૂર નથી હવે કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ હવે કેન્સર પણ મટી શકે છે વહેલું નિદાન આપે જીવતદાન એમ જણાવી તેમણે લોકોને નિદાન માટે આગળ આવવા અપીલ કરી હતી જ્યારે અમેરિકાના કાર્ડિયોલોજીસ્ટ અને હૃદય રોગ નિષ્ણાત ડો. તુષાર વોરાએ ખાણીપીણીની જીવનશૈલી બદલાવી સમયસર રોગનું નિદાન કરાવવા આહવાન આપેલ હતું ડો. આયન શાહ અને ડો. રિહાન વોરા (મુંબઈ) એ પણ કેમ્પમાં સેવા આપેલ હતી સંસ્થાના ડો. ભાવિન રાઠોડ અને જયેશ મકવાણા કેમ્પમાં સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવકતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
MANDVI : આ પ્રસંગે અમેરિકાના ડો. તુષાર વોરા નુ સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીના હસ્તે અને અમેરિકાના ડો. પૂર્વી ગડા નું સંસ્થાના ડો. હિમાબેન રાઠોડના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારા એ કરેલ હતું જ્યારે ખજાનચી નિશાતભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું આ પ્રસંગે રાયણ ના દેવચંદભાઈ ડુંગરશી ગડા (અમેરિકાના ડો. પૂર્વી ગડાના પિતા) અને કિન્નરીબેન ગડા, વી. કે. સોલંકી સાહેબ તથા દિનેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો માંડવી, માંડવી ની આજુબાજુના ગામોના તેમજ ભુજના લોકો બહોળી સંખ્યામાં લાભ લીધો હોવાનું સંસ્થાના પ્રવકતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આ કેમ્પમાં જન કલ્યાણ મેડિકલ સોસાયટી નો સ્ટાફ પણ સહયોગી રહ્યો હતો.