
Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. વાવાઝોડું આજે બુધવારે પોરબંદરથી 315 કિલોમીટર, દ્વારકાથી 290, જખૌ પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે. હવે વાવાઝોડાની દિશા ફંટાઇને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ વળી છે, જે 15 જૂને સાંજ સુધીમાં જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે લેન્ડફ્લો થશે. આ સમયે પવનની ઝડપ 150 કિમી સુધી રહેશે. જોકે 16 અને 17 જૂને બિપરજોયનો આફ્ટર શોક ચોંકાવશે.
Cyclone Biparjoy : કાલે વેરી સિવિયર સાઇક્લોન ઇન્ટન્સિટિ સાથે ટકરાશે
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ વેરી સિવિયર સાઇક્લોન જખૌ પોર્ટથી 260 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. કાલે વેરી સિવિયર સાઇક્લોન ઇન્ટન્સિટિ સાથે ટકરાશે.
Cyclone Biparjoy : પવનની ગતિ 125-150 kmph રહેશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડુ જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-150 kmph રહેશે. અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડશે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટમાં અમે વધુ સાવચેતી રાખવા સૂચના આપી છે. આ વિસ્તારોમાં વાવાઝોડાની લાંબા સમય સુધી અસર રહેશે.
Cyclone Biparjoy : વાવાઝોડું ટકરાશે ત્યારે અતિભારે વરસાદની શક્યતા
15મી જૂને સૌરાષ્ટ્રના-કચ્છમાં જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાદ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
Cyclone Biparjoy : 62થી 87 kmphની ગતિએ પવન ફૂંકાશે
જ્યારે પ્રભાવિત વિસ્તારોમાં, જેમ કે જામનગર, દ્વારકા, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાદ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં 62થી 87 kmphની ગતિએ પવન સહિત કડકાભડાકા સાથે વીજળી થવાની સંભાવના છે. બીજી બાજુ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર-સામનાથ, બોટાદ અને દીવમાં 30થી 50 kmplની ગતિએ પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ ગાજવીજની સંભાવના છે.