
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા સામે તાકીદ કરાઇ
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોએ પોતાના સલામત આશ્રયસ્થાન ન છોડવા નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયાની તાકિદ
Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં ડીપ-ડીપ્રેશનના કારણે ઉભું થયેલ બિપરજોય સાયકલોન આગામી તા.૧૫/૦૬/૨૦૨૩ સુધીમાં કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં ટકરાવાની વકી છે. આ વાવાઝોડું જમીન સાથે ટકરાયા બાદ અતિ ભારે પવન ફૂંકાશે. ત્યારબાદ વાવાઝોડાનો મધ્યનો ભાગ (આંખનો ભાગ) પસાર થશે તે દરમિયાન પવનની ગતી સામાન્ય રહેશે.
Cyclone Biparjoy : પરંતુ આ સમય દરમ્યાન વાવાઝોડું પસાર થઇ ગયું છે તે સમજી બહાર ન નીકળવું. ત્યારબાદ બે થી ત્રણ કલાક બાદ જયારે વાવાઝોડાની પૂંછડીનો ભાગ પસાર થશે ત્યારે ફરીવાર ભારે પવન ફૂંકાશે. જેથી સમય દરમ્યાન નાગરિકોએ પોતાના સલામત આશ્રયસ્થાન ન છોડવા નિવાસી નાયબ અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા દ્વારા જણાવાયું છે.