
MANDVI : વાવાઝોડાના કપરા સમયમાં માંડવીના યુવાનો સેવામાં સમર્પિત
MANDVI: બિપોરજોય વાવાઝોડા ની આગાહી વચ્ચે તંત્ર પોતાની ફરજમાં લાગેલું છે ત્યારે અનેક લોકો પોતાના ઘરબાર થી દૂર પોતાની ફરજ બજાવી રહ્યા છે એવા સેવાના સારથીઓ પોલીસ જવાનો, પત્રકાર મિત્રો, PGVCL ના કર્મચારીઓ સાથે વિવિધ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ની સેવા માટે માંડવી જી ટી હાઈસ્કૂલ ગ્રુપ ૧૯૯૫ બેચના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે.

MANDVI : આજે માંડવી ના દરિયાઈ વિસ્તાર નજીક પોતાની ફરજ બજાવતા સેવાના સારથી ઓને પાણી તેમજ અલ્પાહારની સગવડ પૂરી પાડી હતી
જેમાં પાણી બોટલ,બિસ્કિટ તથા ફળ આપવા મા આવ્યા હતા. આ તકે પ્રતિક શાહ, નિલેશ ચાપાનેરીયા, દશઁન ઓઝા એ સેવા સંભાળી હતી.
આવનારા સમયમાં પરિસ્થિતિ જો વધુ કપરી બનશે તો હજુ એ સેવામાં આગળ આવવા ની કટિબદ્ધતા દર્શનભાઈ ઓઝા દ્વારા બતાવવામાં આવી હતી
સમગ્ર આયોજન ની વ્યવસ્થા પ્રતિકભાઈ શાહ તથા નિલેશભાઈ ચાપાનેરીયા દ્વારા કરાઈ હતી.