Biporjoy Cyclone In Gujarat :જાણો ગુજરાતનાં બંદર પર લાગતાં સિગ્નલના અર્થ

Biporjoy Cyclone In Gujarat : બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર, ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી, આજે આપણે જાણીશું બંદર ઉપર લગાવવામાં આવેલ અલગ-અલગ સિગ્નલો વિશે

Biporjoy Cyclone In Gujarat : બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે. આ તરફ વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે. આ તરફ હવે ગુજરાતના બંદરો પર હાલ 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

Biporjoy Cyclone In Gujarat : ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ વાવાઝોડાનો ખતરો હોય ત્યારે બંદરો ઉપર અલગ-અલગ નંબરના સિગ્નલ લગાવવામાં આવતા હોય છે. જોકે હાલ બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાઈ છે. આજે આપણે જાણીશું બંદર ઉપર લગાવવામાં આવેલ અલગ-અલગ સિગ્નલો વિશે.

બંદર ઉપર લગવામાં આવેલ સિગ્નલ શું સૂચવે છે

▪️1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.

▪️2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે

▪️3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.

▪️4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.

▪️5 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.

▪️6 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
▪️7 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.

▪️8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.

▪️9 નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે

▪️10-નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે

▪️11-નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *