World Brain Tumor Day ૮ જૂન વિશ્વ બ્રેઈન ટ્યૂમર દિવસ

World Brain Tumor Day : મનુષ્યના મગજમાં અચાનક જ અસામાન્ય કોશિકાઓનું વધવું એટલે બ્રેઇન ટ્યૂમર

World Brain Tumor Day : રેડીયેશનના સતત સંપર્ક તથા ધ્રુમપાનની આદતોથી બ્રેઇન ટ્યૂમર થવાની સંભાવના

World Brain Tumor Day : જૂન માસની ૮ તારીખને બ્રેઇન ટ્યૂમર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આજના સમયમાં આરોગ્ય વિષયક સમસ્યા વધતી જઇ રહી છે ત્યારે વિશ્વ સહિત ભારતમાં પણ બ્રેઇન ટ્યૂમરના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. વધુ પડતું તથા સતત રેડિશયનના સંપર્કમાં આવવાથી તથા ધુમ્રપાનની આદતો વગેરેના કારણે આ રોગનો ખતરો વધી ગયો છે. ત્યારે લોકોમાં જાગૃતિ આણવા માટે સૌ પ્રથમ વર્ષ ૨૦૦૦માં ૮ મેના વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસની ઉજવણી કરાઇ હતી. આ દિવસ અંતર્ગત વિશ્વભરમાં વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરીને લોકોને આ રોગ પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે.

World Brain Tumor Day : સામાન્ય રીતે લોકોને માથામાં સતત દુ:ખાવો રહેતો હોય તો તેને સામાન્ય સમજી લે છે પરંતુ જો સતત દુ:ખાવો રહે તો તપાસ કરાવી લેતી હિતાવહ છે. કારણ કે, ટ્યૂમર હોવાથી કયારેક સ્થિત ઘાતક પર બની શકે છે.

વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસનો ઇતિહાસ

World Brain Tumor Day : બ્રેઇન ટ્યૂમરનો ઇલાજ શોધવા, જાગૃતિ ફેલાવવા અને બીમારીની શોધને પ્રોત્સાહિત કરવા તેમજ ટ્યૂમરના દર્દીઓ અને પરિવારજનોમાં જાગૃતિ આણવા જર્મનીના જર્મન બ્રેઇન ટ્યૂમર એસોસિએશન દ્વારા સર્વપ્રથમ ૮ જૂનના રોજ જાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાનો હેતું લોકોમાં બ્રેઇન ટયૂમર અંગે જાગૃતિ આવે અને લોકો શિક્ષિત થાય તે હતો.

વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસનો હેતુ

World Brain Tumor Day : આ દિવસની ઉજવણીનો હેતું લોકોમાં જાગૃતિ લાવવાનો છે. બ્રેઇન ટ્યૂમરની સ્થિતિ આગળ જતાં મસ્તિષ્કના કેન્સરનું કારણ બની શકે છે. તેથી વધુમાં વધુ લોકો આ બીમારીના લક્ષણો, ઉપચાર તથા તથ્યોથી અવગત થાય અને તેનાથી બચી શકે તે છે.

બ્રેઇન ટ્યૂમર શું છે ?

World Brain Tumor Day : મનુષ્યના મગજમાં અચાનક જ અસામાન્ય કોશિકાઓનું વધવું બ્રેઇન ટ્યૂમર કહેવાય છે. બ્રેઇન ટ્યૂમર અલગ અલગ પ્રકારના હોય છે. કોઇ બ્રેઇન ટ્યૂમર કેન્સર સાથે થાય છે, જે ખૂબ જ ખતરનાક હોય છે અને કોઇ સાધારણ કેન્સર વગરના હોય છે. યોગ્ય સમયે તેની જાણ થઇ જવી ખૂબ જરૂરી છે. કોઇ ટ્યૂમર ઝડપી ફેલાય છે તો કોઇ ખૂબ જ ધીમી ગતિથી ફેલાતા હોય છે. બ્રેઇન ટ્યૂમર મગજ અને સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. જો કે, એક તૃતિયાંશ ટ્યૂમર કેન્સરયુકત હોય છે. મગજમાં ડેવલપ થનરા ટ્યૂમરને પ્રાથમિક ટ્યૂમર કહેવાય છે જયારે શરીરના અલગ અલગ ભાગમાં ડેવલપ થયા બાદ મગજમાં ફેલાતા ટ્યૂમરને સેકન્ડરી અથવા મેટાસ્ટેટિક બ્રેઇન ટ્યૂમર કહેવાય છે.

બ્રેઇન ટ્યૂમરના લક્ષણો, ઉપચાર અને તથ્ય

World Brain Tumor Day : બ્રેઇન ટ્યૂમર ભલે કેન્સરયુકત હોય કે ના હોય પરંતુ તે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. એવું એટલા માટે થાય છે કે, મનુષ્યની સ્કાલ્પ કઠોર હોય છે જે ટ્યૂમરને ફેલાવવા માટે જગ્યા નથી આપતી. આ ઉપરાંત મગજ કે અન્ય શરીરના ભાગમાં ટ્યૂમર વિકસિત થાય તો આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. જો કે, ટ્યૂમરના લક્ષણ તેના સ્થાન, આકાર અને પ્રકાર પર પણ નિર્ભર કરે છે.
વારંવાર તીવ્ર માથાનો દુ:ખાવો, ઉબકા આવવા, ઉલટી થવી અને માંદગીના બિછાને પડવું, આંચકી આવવી, બોલવામાં તકલીફ પડવી, જોવામાં, સાંભળવામાં, સૂંઘવામાં અને સ્વાદ પારખવામાં મુશ્કેલી, વ્યક્તિત્વ અથવા વર્તન બદલાઇ જવું, લકવાની અસર, વારંવાર ભૂલી જવું- યાદશક્તિ પર અસર, સંકલનમાં મુશ્કેલી, સ્નાયુઓ નબળા પડી જવા, ચાલવામાં સંતુલન ના રહેવું વગેરે બ્રેઈન ટ્યૂમરના લક્ષણો છે. આમ, ટ્યૂમરની સાઇઝ, જગ્યા, સ્ટેજ અને ગ્રોથ રેટના આધારે લક્ષણો અલગ અલગ હોય છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો ડૉક્ટરનો તુરંત સંપર્ક કરવો જોઇએ.

શેના કારણે થઇ શકે બ્રેઇન ટ્યૂમર ?

World Brain Tumor Day : આ અંગે કચ્છ જિલ્લા સિવિલ સર્જન શ્રી ડો. કશ્યપ બૂચ જણાવે કે, જે લોકો એક્સ-રે અને આયોનાઇજિંગ નામના રેડિયેશનના સતત સંપર્કમાં આવે તેને ટ્યૂમરની સંભાવના વધી જતી હોય છે. ફેમિલી હિસ્ટ્રી- જો પરિવારમાં ભૂતકાળમાં કોઇ સદસ્યને બ્રેઇન ટ્યૂમર થયું હોય તો પરિવારમાં તેની સંભાવના વધી જાય છે. જો કે, ૫ થી ૧૦ ટકા લોકોમાં જ બ્રેઇન ટ્યૂમરની ફેમિલી હિસ્ટ્રી હોય છે. ઉંમર વધવાન કારણે પણ તેનો ખતરો વધી જાય છે. જો કે, બ્રેઇન ટ્યૂમર કોઇપણ ઉંમરમાં થઇ શકે છે. કેટલાક પ્રકારના ટ્યૂમર તો નાના બાળકોમાં પણ થઇ શકે છે. જે બાળકો કેન્સરથી પીડીત હોય તેને આગળ જઇને બ્રેઇન ટ્યૂમર હોવાની સંભાવના વધી શકે છે. બ્લડ કેન્સર અને લ્યુકેમિયાથી પીડિત દર્દીને પણ બ્રેઇન ટ્યૂમર થવાની સંભાવના વધી જતી હોય છે.

World Brain Tumor Day : ઉપરાંત નોન વેજેટેરીયન લોકો કે જે કાચુ માંસ આરોગતા હોય તથા વેજેટેરીયન લોકો કે જેઓ રેલવે લાઇનની આસપાસ રહેલા મળ તથા અન્ય ગંદકીયુકત પાણીમાં ઉગતા શાકભાજી ગરમ પાણીમાં ધોયા વિના ઉપયોગ કરતા હોય તો તેઓમાં આ ટ્યૂમરની સંભાવના વધી જતી હોય છે. કારણ કે, કાચા માંસ તથા ગંદા પાણીમાં ઉગેલા શાકભાજીમાં કૃમિના ઇંડા હોય તો તે શરીરમાં ગયા બાદ બ્રેઇન ટ્યુમરનું કારણ બની શકે છે. સાથે જ અગાઉ થયેલી માથાની ઇજાના કારણે મગજમાં લોહી ક્લોટ થયું હોય અને તેની અવગણના કરી હોય તો તે પણ ગંભીર બની શકે છે. સાથે જ હાઇ બી.પીના કારણે થયેલું ક્લોટીંગ તેમજ બ્રેઇન ટી.બીના કારણે પણ બ્રેઇન ટ્યૂમર થઇ શકે છે. બ્રેઇન ટ્યૂમરને SOL (space occupying lesion ) પણ કહેવાય છે.

World Brain Tumor Day : જરૂરી નથી કે, તમામ બ્રેઇન ટ્યૂમર કેન્સરયુકત હોય, આમ છતાં મગજને લઇને ઉભી થનારી સમસ્યા પેદા થઇ શકે છે. શરૂઆતમાં સારવાર મળી જાય તો સંપૂર્ણ રીતે ઠીક થવાની સંભાવના વધી જતી હોય છે. તેમજ જલ્દી સારવારના કારણે ટ્યૂમર વધવાથી થતી જટિલતાઓને રોકી શકાય છે.

બ્રેઇનને હેલ્ધી રાખવા શું ધ્યાન રાખવું

World Brain Tumor Day : અખરોટ, ડાર્ક ચોકલેટ, મછલી, સાબુત અનાજ, ગ્રીન ટી, બીટ વગેરેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *