
Monsoon
Monsoon : આગામી ચોમાસાની સીઝનમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે અને તેના કારણે દેશના ઉત્તરપૂર્વના વિસ્તારો જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનના અમુક વિસ્તારો તેમજ જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ સામાન્યથી ઓછો કે લાંબાગાળાની સરેરાશનો 92 ટકા જેટલો થશે
Monsoon : તેવી આગાહી ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટએ (આઈએમડી) કરી છે. જો કે, તેનાથી વિપરીત આઈએમડીએ જણાવ્યું હતું કે, દેશના અન્ય ત્રણ વિસ્તાર જેમાં ઉત્તર પૂર્વ ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદ સામાન્ય રહેવાની એટલે 94 ટકાથી 106 ટકા જેટલો લાંબાગાળાની સરેરાશનો (લોંગ પિરિયડ એવરેજ-એલપીએ) રહેશે.
વરસાદની લાંબાગાળાની સરેરાશ 1971થી 2020 જોવામાં આવે તો ઉત્તરપૂર્વ ભારતના કિસ્સમાં 587.6 મિલિમિટર ચોમારામાં રહેતો હોય છે.
Monsoon : જ્યારે મધ્ય ભારતમાં 978 મિલિમીટર અને ઉત્તરપૂર્વ ભારતમાં લાંબાગાળાની સરેરાશ 1,367.3 મિલિમીટર બેસે છે. આઈએમડીએ લાંબાગાળાની આગાહી દક્ષિણપૂર્વના ચોમાસાની સીઝન માટે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળાના સંદર્ભમાં કરી છે. તેમા સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય રહેશે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. લાંબાગાળાની સરેરાશનો 96 ટકા રહેશે અને તેમાં વધારો કે ઘટાડો 4 ટકાની રેન્જમાં જોવા મળશે તેવી આગાહી કરી છે.