
રિપોર્ટ – કાર્તિક જાની
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પડઘા વાગી ગયા છે અને હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો તડામાર તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તો મેદાન મારી લીધું છે ત્યારે હવે ભાજપની નજર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ વિજય મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા મહાનગર પાલિકામાં જે રીતે હાર થઈ તેવું પરિણામ ના આવે તે મુજબ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની પણ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આજે સરઢવ બેઠકના ભાજપનાઉમેદવાર હંસાબેન પટેલ દ્વારા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી નિકળી હતી. ત્યારે ભાજપના ઉમેદવારે જંગી બહુમતીથી જીત હાંસલ થશે તેવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો વધુ તમેને જણાવ્યું કે પ્રજાના કામ માટે અમે હંમેશા ખડેપગે રહીશું અગાઉ પણ ઇન્દ્રવદન પટેલ રૂપાલ સરપંચ પણ રહી ચૂક્યા છે વધુ તમેને જણાવ્યું કે ભાજપે તેમના ઉપર જે ભરોસો મુક્યો છે તેના માટે આભાર વ્યક્ત કરીએ છીએ.ત્યારે હાલ તો બંને પક્ષઓ દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહયું કે કોણ બાજી મારે છે. કોનું શાશન આવે છે. એ તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે.
