હીટ વેવ બાદ 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર પશ્ચિમનાં પવન ફુંકાતા હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થશે. ત્યારે મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41 થી પાર થવાની શક્યતા છે.

આગામી 2 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી

રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફુંકાયા છે. આગામી 3 થી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે. મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. જેમાં આગામી 2 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી. તેમજ 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે અખાત્રીજનાં દિવસે આગાહી કરી હતી

અખાત્રીજનાં દિવસે પવન પરથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં અખાત્રીજનાં દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો પવન રહ્યો હતો. આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે. પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *