સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

સુરતમાં વધુ એક લેડી ડોનની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

યુવતીને લેડી ડોન બનવાના અભરખાં હોવાથી હાથમાં લાકડી લઈને લોકોને ધમકાવતી હતી અને તેના વિસ્તારમાં મિત્રો સાથે મળી ધમાલ મચાવી લોકોની શાંતિ ભંગ કરતી હતી. લોકોમાં તેનો ડર ઊભો થાય તે માટે મિત્રો સાથે મળીને તેણે એક ગાડીના કાચ પણ તોડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ  થયા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. 

પાર્ક કરેલી એક કારના કાંચ તોડ્યા

માહિતી મુજબ, ભાવના ઉર્ફે ભાવલીએ મિત્રો સાથે મળી સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાંલદા સ્કૂલ પાસે આવેલી એક સોસાયટીમાં મોટરસાઇકલ પર ભારે ધમાલ વચાવી હતી. સાથે જ જાહેર માર્ક પર હાથમાં લાકડી લઈ લોકોને ધમકાવ્યા હતા અને ત્યાં પાર્ક કરેલી એક કારના કાંચ પણ તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જે બાદ કાપોદ્રા પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરી ભાવના ઉર્ફે ભાવલીની ધરપકડ કરી હતી. 

અગાઉ દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો!

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, ભાવનાએ અગાઉ દમણમાં પણ એક યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ છે. પોલીસે હવે જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચની તોડફોડ કરવા મામલે યુવતી સામે રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, ગત રોજ પોલીસે તેના ચાર મિત્રોની પણ ધરપરકડ કરી હતી. જ્યારે શનિવારે ભાવનાની કાપોદ્રા પોલીસ કામરેજ વિસ્તામાંથી ધરપકડ કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *