રાજકોટના બે વેપારી સાથે થઈ લાખોની છેતરપિંડી: રાજકોટના બે શખ્સો સામે નોંધાયો ગુનો

રાજકોટના ત્રણ વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયા અંગેની પોલીસમાં જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર રહેતા અને ગોવિંદ બાગ શાક માકેર્ટ પાસે શ્રી સત્યમ સિલ્વર નામના પેઢી ધરાવતા ધર્મેશભાઇ શંભુભાઇ તાલપરાએ વિમલનગર મેઇન રોડ પર રહેતા અને માનસી સિલ્વર નામની પેઢી ધરાવતા પ્રવિણભાઇ રવજીભાઇ અકબરી સામે રુા.૧૯.૯૩ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ધર્મેશભાઇ તાલપરા પાસેથી વેપારી સંબંધના દાવે પ્રવિણ અકબરીએ કટકે કટકે મિકસ ચાંદીના ૪૧.૮૧૮ કિલો ઘરેણા મેળવ્યા હતા જેનું પેમેન્ટ ૧૯.૯૩ લાખનો ચેક લખી આપ્યો હતો. જે બાદ ચેક નાખવા જતા બેન્કમાં પેમેન્ટ સ્ટોપ કરાવી નાખી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. સંત કબીર રોડ પર ચંપકનગરમાં રહેતા ગજાનંદભાઇ દાદુભાઇ શીંદે સંત કબીર જે.પી જવેર્લસ નામે પેઢી ધરાવતા જલ્પેશ જેરામ નારણીયા સામે રુા. ૧૮.૪૯ લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગજાનંદભાઇ શિંદે સાથે જલ્પેસ નારણીયાને વેપારી સંબંધ હોવાથી ધંથા માટે કટકે કટકે ચાંદીના ઘરેણા આપ્યા હતા. તેના પેમેન્ટના રુા. ૧૮.૪૯ લાખની ઉઘરાણી કરવા ઉશ્કેરાયેલા જલ્પેશ નારાણીયાએ પેમેન્ટ ન ચુકવી ખૂનની ધમકી દીધાનુ ફરિયાદમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *