સલવાવ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે નારી સન્માન સમારોહ

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સેલ્યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો)ના અધ્યક્ષ  ડૉ. રૂચિ ચતુર્વેદી (રાષ્ટ્રીય કવિયત્રી), સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ નિલીમા સિંગ તોમર તેમજ નીશુ તિવારી ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહનો શુભારંભ ઉપસ્થિત મુખ્ય મહિલા મેહમાન, સંસ્થાના મહિલા ટ્રસ્ટીઓ જયશ્રીબેન સોડવાડીયા, યોગીનીબેન ગોંડલિયા, દયાબેન બોઘાની અને ક્રિષાબેન સોડવાડીયા તથા મહિલા આચાર્યાશ્રીઓ મીનલ દેસાઈ, રીના દેસાઈ, આશા દામા, નીતુ સિંહ અને દક્ષા પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્યની  સાથે તેમજ પ્રાથના દ્વારા થઇ હતી. આ કાર્યક્રમનું શાબ્દિક સંચાલન અસોસીએટ પ્રોફેસર શેતલ બી. દેસાઈ અને અસોસીએટ પ્રોફેસર નેહા એસ. વડગામા દ્વારા થયું હતું. આ સમારોહના કો-ઓર્ડિનેટર અસોસીએટ પ્રોફેસર નેહા એસ. વડગામા અને જ્યોતિ યુ. પંડ્યાના અથાગ પ્રયત્ન દ્વારા થયું હતું. આ ઉપરાંત સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટીના સંરક્ષક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી (રાષ્ટ્રીય સલાહકાર) સેલ્યુટ તિરંગા, ઉત્તમભાઈ પટેલ સેલ્યુટ તિરંગા (ગુજરાત પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર સેલ્યુટ તિરંગા (પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો, બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે સેલ્યુટ તિરંગા (કોષા અધ્યક્ષ) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવની દરેક વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્તિથ રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે. પ્રાચીન સમયથી જ સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રંથોમાં લખાયું છે ”यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” નારી સન્માન જ્યાં હોય છે ત્યાં દેવતાઓનો પણ વાસ હોય છે. આ સમારોહમાં દરેક વિભાગની વિશેષ મહિલાઓની કાર્યનિષ્ઠા બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત નૃત્ય, એસીડ એટીક થીમ ઉપર ડાન્સ ડ્રામા, નારી શક્તિ ઉપર સમૂહગાન જેવા રંગારંગ કાર્યક્રમો તેમજ નારી સશક્તિકરણ ઉપર ખુબજ માર્મિક વક્તવ્યો પણ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રી-પ્રાઈમરી વિભાગમાંથી કાષ્વી સાગર પટેલ માતા સીતાનો અભિનય ભજવી નારી શક્તિનું ઉતમ દ્રષ્ટાંત રજુ કર્યું હતું તથા પ્રોફેસર ડો. અનુરાધા પી. પ્રજાપતિ તથા સી.બી.એસ.ઈ.ના આચાર્યાશ્રી મીનલ દેસાઈ દ્વારા નારી સશક્તિકરણ ઉપર પોતાના વિચારો રજુ કર્યા હતા. આ ઉપરાંત કાર્યકર્મમાં કેમ્પસ માં રહેલા Women Development Cell ની સમગ્ર જાણકારી કોલેજના અસોસિએટ પ્રોફેસર નેહા દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. તેમજ અંતમાં અસોસિએટ પ્રોફેસર ભૂમિ એસ પટેલ દ્વારા આભારવિધિ વ્યકત કરવામાં આવી હતી. આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, ચંદ્રવદન પટેલ, મીનલ દેસાઈ, આશા દામા, રીના દેસાઈ, દક્ષા પટેલ, નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *