
કચ્છની ઓમાન સ્થિત ખીમજી રામજી કંપનીના માલિકનું નિધન થયુ, તેઓ ઓમાન રાજવી ઉપરાંત”શેખ”નો ખિતાબ મેળવનાર એક જ વ્યક્તિ હતા. ઓમાનના શેખ રાજવી પરિવાર સાથે પારિવારિક સંબંધો ધરાવતા હતા.
કનકશી ખીમજી ભાઈ ખાડી દેશ ઓમાનમાં રહેતા વિશ્વનાં એકમાત્ર હિન્દુ શેખ હતા, તેમણે ઓમાનનાં વિકાસ માટે ઓઇલમાંથી થતી કમાણીનો ઉપયોગ કર્યો. કનશીભાઈ ઓમાનની જાણીતી હસ્તીઓમાંથી એક હતા. ઓમાન સાથે તેમનો 150 વર્ષ જુનો સંબંધ છે.
ઓમાન સાથે 150 વર્ષ જુનો સંબંધ ધરાવતા કનકશીભાઈ મૂળ ગુજરાત ના માંડવી- કચ્છ ના હતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયનાં હતા અને તેમની કંપનીનું નામ રામદાસ ગ્રૂપ ઓફ કંપનીઝ છે. તેમને ઓમાનનાં સુલ્તાન કાબુસ બીન સઇદનાં શેખની ઉપાધી આપવામાં આવી હતી. કનકશીભાઈએ દાદા-પરદાદાની વિરાસતને આગળ ધપાવી હતી. કનકભાઈનાં પરદાદા વિશ્વનાં મોટા બંદરગાહો પર ઝડપથી માલ પહોંચાડવાનું કામ કરતા હતા. તેમનાં પણ પરદાદા ઠાકરશી 1870માં માંડવી કચ્છથી ઓમાનનાં સૂર નામક સ્થાન પર સ્થાયી થઈ ગયા. તેઓ ભારતથી અનાજ, ચા અને મસાલા લઈ જઈને ઓમાનમાં વેચતા હતા અને ત્યાંથી ખજૂર, ડ્રાય લાઇમ અને લોબાન ભારતમાં વેચતા હતા. ઓમાની રાજધાની મસ્કત તે સમયમાં સૌથી સમૃદ્ધ બંદરગાહ હતો.
કનકભાઈનાં પિતા ગોકલદાસ અને દાદા ખિમજી રામદાસે મળીને ખીમજી રામદાસ ગ્રૂપ ઓફ કંપનીઝની સ્થાપના કરી હતી. જે ગ્રૂપ આજનાં સમયમાં ઓમાનનું સૌથી મોટુ બિઝનેસ ગ્રૂપ બની ચૂક્યુ છે. તેમની ગણના અરબપતિઓમાં થાય છે. કનકભાઈનાં દાદા ખીમજી રામદાસ તે સમયે સુલ્તાન સઇકને આર્થિક સહાય કરતા હતા. સરકારી મંત્રાલયોમાં પણ કનકભાઈની બોલબાલા હતી, તેમની વ્યવસાયથી જોડાયેલી સુઝબુઝથી ઓમાનનાં સુલ્તાન ખૂબ પ્રભાવિત હતા.
ઓમાનનાં સુલ્તાને ટૂરિઝમ બિઝનેસને વિકસિત કરવા માટે તેમની કંપની Lo’Lo’યોટ કનકભાઈને ભેંટમાં આપી દીધી. વર્ષ 1960માં કનકભાઈનાં લગ્ન સમયે તત્કાલીન સુલ્તાનને તેમને ચાંદીનો જગ ભેંટમાં આપ્યો હતો. એટલુ જ નહીં જો સુલ્તાનને ક્યારેય પૈસાની જરુર પડતી તો તેઓ ખીમજી ગ્રૂપનો સંપર્ક સાધતા હતા. તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો જેથી હિન્દુ શેખ કનકભાઈ ઓમાન ક્રિકેટ બોર્ડનાં ચેરમેન હતા તેમજ ઓમાન ક્રિકેટ ક્લબનાં ફાઉન્ડર પણ હતા. ઓમાનનાં ક્રિકેટની શરુઆત તેમણે ક્રિકેટ ક્લબ ખોલીને કરી હતી જ્યાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાનાં ખેલાડીઓ પણ રમતા હતા. ઓમાનમાં ક્રિકેટને આગળ વધારવા માટે કનકભાઈએ જે યોગદાન આપ્યુ તેનાં બદલામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેમને લાઇફટાઇમ સર્વિસ એવોર્ટ પણ આપ્યો હતો.