
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ, એવા સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે ગુજરાતના મતદારોને સંદેશ આપ્યો છે. રમતના મેદાનમાં જેમ એક એક સેકન્ડ કિંમતી હોય છે, તેમ લોકશાહીમાં એક એક મત કિંમતી હોય છે. માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનના દિવસે દરેક મતદારને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.
યુથ આઇકોન જાગૃતિ લાવશે
દોડવીર સરિતા ગાયકવાડ ગુજરાત રાજ્યમાં અનેક યુવા રમતવીરોમાં લોકપ્રિય છે. વર્ષોની મહેનત અને સખત પરિશ્રમથી તેણીએ વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું છે, હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે દરેક મતદારો પોતાની ફરજ અને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદાન કરી સશક્ત પંચાયત અને પાલિકા બનાવવા માટે સહોયગ આપવા મતદાન જાગૃતિ અભિયાનમાં અપીલ કરી છે.