
એવોર્ડી ટીચર્સના પ્રશ્નો અંગે ફેડરેશન દ્વારા રજૂઆત
ગુજરાત રાજય એવોર્ડી ટીચર્સ ફેડરેશન (રાજય તથા રાષ્ટ્રીય) ના ઉપક્રમે ફેડરેશનના મહામંત્રીશ્રી સંજયભાઇ પટેલ, ઉત્સાહી એવોર્ડી શિક્ષકો ડો રુપેશભાઇ ભાટિયા (સિદ્ધપુર), મહેન્દ્રભાઇ સંગપાલ (અમદાવાદ), સુકેતુભાઇ યાજ્ઞીક (અમદાવાદ), કલ્પેશભાઇ અખાણી (રાધનપુર) તથા અમૃતભાઇ દેસાઈ (વિજાપુર) ની ટીમ દ્વારા ગાંધીનગર વિધાનસભા ખાતે તા.૬-૩-૨૩ ના રોજ એવોર્ડી ટીચર્સના પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે માનનીય શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર સાહેબ તેમજ રાજય કક્ષાના માન.મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સાહેબ તથા વિધાનસભાના અધ્યક્ષ માનનીયશ્રી શંકરભાઇ ચૌધરી સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. તેમનું રાજય એવોર્ડી ટીચર્સ ફેડરેશન તરફથી પુસ્તક તથા બુકે આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ તેમને એવોર્ડી ટીચર્સના પડતર પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
(૧) ગુજરાત રાજયના વિવિધ શૈક્ષણિક કાયઁક્રમો, પ્રોજેકટો અને વિવિધ પરીક્ષાઓમાં એવોર્ડી ટીચર્સની સેવાઓ લેવાય.
(૨) ગુજરાત રાજયની નિગમની તમામ પ્રકારની બસોમાં આજીવન નિશુલ્ક મુસાફરી માટે અમલ થાય. ગુજરાતની બસ જયાં જયાં જાય ત્યાં સુધી મુસાફરીનો લાભ મળવો જોઇએ (હાલ લોકલ,એકસપ્રેસ અને ગુજઁર નગરી બસોમાં સુવિધા મળે છે.
(૩) અમારા મંડળને ગુજરાત સરકારની માન્યતા આપો. (જરુરી તમામ કાગળો બે વખત પ્રા.શિ.નિયામકશ્રીની કચેરીએ આપેલ છે.)
(૪) ગુજરાત રાજય અને રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષકોને બે વરસ વધારે અને બે ઇજાફા વધારે આપવા. દેશના ઘણા બધા રાજયોમાં આ પ્રકારના લાભ અપાય છે. આ માગણીઓ અંગે મંત્રીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓએ ખૂબ જ હકારાત્મક અભિગમથી રજૂઆત સાંભળી તેને ઉકેલવા હકારાત્મક પ્રતિસાદ આપ્યો.

