ફરાદીમાં મહાદેવ મંદિરમાંથી ૮ લાખના આભૂષણો ચોરાયા

માંડવી તાલુકાના ફરાદી ગામે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે રવિવારની રાત્રીથી સોમવારની સવાર સુધીમાં ચોરીનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે મંદિરના પૂજારી હરીગીરી બેચરગીરી ગુસાઈએ ફરિયાદ નોંધાવી હતી. તસ્કરોએ ગર્ભગૃહના દરવાજાનું તાળુ તોડીને શીવલીંગ ઉપર ચડાવેલું અંદાજે ૧૧ કિલા ચાંદીનું છત્તર, ૧૪ કિલોની જળધારી તેમજ ૧૯ કિલોના શેષનાગ, શિવલીંગ પરનું ૭ કિલોનું ચાંદીનું કવર, શિવલીંગ નીચેના ભાગે ૧ર કિલા ચાંદીનું કવર મળીને કુલ ૮ લાખના મુદ્દામાલની તસ્કરી કરાઈ હતી. બનાવને પગલે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *