રાજકોટ મનપા એકશન મોડમાં: ૧૦ હજાર ચો.ફૂટ જગ્યા પાર્કિંગ માટે ખાલી કરાવી, જાહેરમાં કચરો ફેંકવા બદલ ૧૧ દંડાય

કોર્પોરેશનની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત અલગ-અલગ 9 બિલ્ડીંગોના માર્જીન-પાર્કિંગ પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 10 હજાર ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી. આજે સાધુ વાસવાણી રોડ પર શાંતિ આર્કેટમાં કપડાના શો-રૂમ, ગીતાંજલી કોલેજની બાજુમાં કૃષ્ણ ડિલક્ષ પાન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે સાવન પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, વિમલમાં ડેડકીયા-બાલાજી ફરસાણ, જય ચામુંડા ઓટો ગેરેજ, મિસ્ટર પટેલ ગાંઠીયા, વચ્છરાજ હોટેલ, ઉમિયાજી કોમ્પ્લેક્સ, આશિર્વાદ કોમ્પ્લેક્સના ત્રણ દુકાનધારકો અને અનમોલ કોમ્પ્લેક્સમાં માર્જીન થતા પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવા સબબ 11 આસામીઓ પાસેથી રૂ.2750, કચરા પેટી ન રાખવા સબબ એક વ્યક્તિ પાસેથી રૂ.500, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ 6 વ્યક્તિઓ પાસેથી રૂ.2 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આજે કુલ 18 વ્યક્તિઓ દંડાયા હતાં. ખાનગી પ્લોટના બે માલિકોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *